આજે દુનિયાભરમાં ટીકટોક પોતાના શોર્ટ વિડીયો માટે ખૂબ જ પ્રચલિત બન્યું છે નાના બાળકોથી માંડીને મોટા લોકો આ એપનો ઉપયોગ કરતાં જોવા મળ્યા છે એ પછી લાગણી વ્યક્ત કરવા માટે હોય કે પછી દર્દનો અનુભવ કરાવવા આ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ટીકટોક પર આરોપ છે કે, તેણે ૧૩ વર્ષથી નાના બાળકો પાસેથી ગેરકાયદેસર રીતે તેમનું નામ, ઇમેલ એડ્રેસ, તસવીરો અને લોકેશનની માહિતી મેળવી છે. ટીકટોકએ આ અંગે પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે, તે વહેલી તકે આ અંગે તથા સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. અમેરિકા દ્વારા કરવામાં આવેલો દૃંડ ફેડરલ ટ્રેડ કમિશન પ્રમાણે મ્યૂઝિકલીને પણ રિલેટ કરશે. કેમ કે, વર્ષ ૨૦૧૭માં મ્યૂઝિકલીને બાઇટ ડાન્સ એપ નામથી લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ વર્ષ ૨૦૧૮માં તેની ટીકટોકસાથે ભાગદૃારી થઇ હતી.
ત્યાં જ, ફેડરલ ટ્રેડ કમિશનએ માહિતી આપી છે કે, ટીકટોક તે તમામ બાળકોનો વીડિયો ડિલીટ કરશે, જેમની ઉંમર ૧૩ વર્ષથી ઓછી છે. જોકે, ટીકટોકનું કહેવું છે કે અમે સુરક્ષા અને બાળકોને ધ્યાનમાં રાખીને અમેરિકા અને યુકેમાં યુઆર ઇન કંટ્રોલ નામથી એક વીડિયો ટ્યુટોરિયલની શરૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આનો કેવી રીતે ઉપયોગ અને કન્ટ્રોલ કરો.
એપે કહ્યું છે કે, જો ભારતીય યુઝર્સ તેને ડાઉનલોડ કરશે તો તેમને હવે એજ ગેટિંગ યુઝ કરવાનો વિકલ્પ મળશે. જેના માટે કંપનીએ ૧૨થી વધારે એપમાં સ્ટોર રેટિંગને ઇનેબલ કર્યું છે. જેની સૌથી ખાસ વાત એ છે કે, આને પેરેન્ટ્સ પોતાની મરજી પ્રમાણે નક્કી કરશે.
ભારતમાં વીડિયો શેરીંગ અને લાઇવ સ્ટ્રીમિંગ એપ્સના યુઝર્સની સંખ્યા અને બિઝનેસમાં સતત વધારો થઇ રહૃાો છે. આવામાં માહિતી મળી રહી છે કે, હાલ લગભગ ૫ કરોડથી વધારે યુઝર્સ છે. તેમાંથી ૪૦ ટકા યુઝર્સ ભારતીય છે. ઉલ્લેખનીય છે કે, ગુગલનો નિયમ છે કે આ એપ્સનો ઉપયોગ ૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકો ન કરે.