મિત્રો
શું તમે જાણો છો કે કોઈ પણ ગાડીના ટાયરનો રંગ કાળો શા માટે હોય છે.જ્યારે બાળકોની સાયકલના
ટાયરનો રંગ સફેદ , પીળો, ગુલાબી રંગના હોય છે.આખિર ટાયર બનાવવા વળી કંપની કેમ સફેદ,પીળા કે અન્ય રંગના ટાયર બનાવતી નથી.ક્યારેક આવો પ્રશ્ન તમારા મનમાં થયો હશે.ભારત
જ નહીં પરંતુ આખા વિશ્વમાં દરેક ગાડીના ટાયરનો રંગ કાળોજ હોય છે આની પાછળ ખૂબ ઊંડું
રાજ છુપાયેલું છે.
ટાયર બનાવવા વળી બધી કંપનીઓ ટાયરના રંગ કાળો
જ રાખે છે.
ચાલો જાણીએ આથી ટાયરનો રંગ કાળો હોય છે
બધા જાણીએ જ છી કે ટાયર રબ્બર માથી બને છે.પરંતુ પ્રાકૃતીક રબ્બર નો રંગ સ્લેટી હોય છે.તો પછી ટાયરનો રંગ કાળો કેમ ?કેમકે ટાયર બનાવટી વખતે રબ્બરનો રંગ બદલી જાય છે.અને સ્લેટી થી કાળો થઈ જાય છે. ટાયર બનાવવાની પ્રક્રિયાને વલ્કનાઇજેસન કહેવામા આવે છે
ટાયર બનાવવામાટે રબ્બરમાં કાર્બન ઉમેરવામાં આવે છે.જેનાથી રબ્બર ઝડપથી ઘસાતું નથી. જ્યારે સાદા રબ્બર્ણા ટાયર 10હજાર કિલોમીટર ચાલે છે ત્યારે કાર્બન યુક્ત રબ્બર 1લાખ કિલોમીટર ચાલે છે.ટાયરમાં સામન્ય રબ્બર લગાડવામાં આવે તો તે ઝડપથી ઘસાય છે.તેથી તેમાં કાર્બન અને સલ્ફર ભેળવવામાં આવે છે.
કાર્બનના કેટલાય પ્રકાર હોય છે.રબ્બર કેવા પ્રકારનું છે તેના પર આધાર રાખે છે અને તેમાં કેવા પ્રકારનું કાર્બન ઉમેરવાનું છે. મુલાયમ રબ્બર્ની પકડ મજબૂત હોય છે પરંતુ તે ઝડપથી ઘસાય જાય છે.