ડાયાબિટીસની બિમારીથી ત્રસ્ત સગીરાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

આજીડેમ પાસે રામ વન પાછળ દરગાહ નજીક એક યુવાન મૃતદેહ પાણીમાં તરતો મળી આવતા આજીડેમ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તપાસ કરતા યુવાન હરી થવા રોડ ઉપર રહેતો હોવાનું અને માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું તો અન્ય બનાવમાં મયુરનગર પાસે ડાયાબિટીસની બિમારીથી કંટાળી સગીરાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું હોવાનુ થોરાળા પોલીસ મથકમાં નોંધાયું છે.

શહેરમાં જુદા જુદા બે સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં આજીડેમ ના કાંઠે દરગાહ પાસે આજ સવારે એક અજાણા પુરુષનું મૃતદેહ તરતો જોવા મળતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે તેની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ હરીધવા રોડ પર ભવનાથ પાર્ક-2માં શેરી-13માં રહેતા અને સોની બજારમાં ઇમિટેશન મજૂરી કામ કરતા પરસોતમભાઈ મોહનભાઈ મુંગળા (ઉ.વ.37) નો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેમના પરિવારજનોને બનાવો અંગે જાણ કરી હતી.

આ અંગે મૃતક પરસોતમભાઈ મુંગળાના પરિવારજનો એ જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને પોતે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના ઘરેથી નીકળી ગયા બાદ પરત ન આવતા પરિવારજનો તેની શોધખોડ કરી રહ્યા હતા. તે દરમિયાન આજરોજ આજીડેમના કાંઠે દરગાહ પાસે પરસોતમભાઈનું ચપ્પલ અને બાઈક મળી આવતા રાહદારીઓએ જોતા ડેમમાં યુવાનની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

તો અન્ય એક બનાવમાં રાજમોતી મિલ પાછળ મયુરનગરમાં રહેતી રિદ્ધિ મનસુખભાઈ જેસાણી નામની 16 વર્ષની તરૂણીએ પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ જતાં તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવારમાં જ રિદ્ધિએ દમ તોડયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રિદ્ધિ ડાયાબિટીસથી પીડાતી હોવાથી આખરે બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. સગીરાના આપઘાતથી પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.