‘આમાં મારા માતા-પિતાનો કોઈ વાંક નથી’ સુસાઇડ નોટ લખી યુવાને ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું
શહેરના લોહા નગર વિસ્તારમાં મફતિયાપરામાં રહેતા યુવકે માનસિક બીમારીથી કંટાળી સુસાઈડ મોત લખી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના લોહાનગર વિસ્તારમાં મફતીયાપરામાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ઘનશ્યામભાઈ બાબુભાઈ ચૌહાણ નામના 31 વર્ષીય યુવાને પોતાના ઘરે સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાય આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગે ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઘનશ્યામભાઈની સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે, “હું માનસિક બીમારીથી કંટાળી આ પગલું ભરું છું જેમાં મારા માતા-પિતાનો કોઈ વાંક નથી તેથી તેઓને હેરાન ન કરવા અને મારા પપ્પા ” આટલી અધૂરી સુસાઇડ નોટ પરિવારજનોને હાથે લાગી હતી તેમ છતાં પણ ઘનશ્યામભાઈએ માનસિક બીમારીથી કંટાળી આખરે આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.