લુણાવાડા તાલુકાના જૂના ગોરાડા ગામના યુવકે કર્યો આત્મ હત્યાનો પ્રયાસ. વ્યાજખોરના ત્રાસથી યુવકે કિટનાશક દવા પીને આત્મહત્યાની કરી કોશિશ. આત્મહત્યા પહેલા એક સ્યૂસાઇડ નોટ પણ લખી હતી અને તેમાં તેને આત્મહત્યા કરવાનું કારણ દર્શાવ્યું હતું. સ્યૂસાઇડ નોટમાં મહીસાગર જિલ્લા ભાજપના કોઈ મોટા નેતાના પીએનો પણ ઉલ્લેખ. મહીસાગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસના કારણે એક યુવકે 6 પાનાની સુસાઇડ નોટ લખીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
જુના ગોરાડા ગામના યુવક કેતન રામભાઈ વણકર કર્યો આત્મહત્યાનો પ્રયાસ. પોતે ચૂકવેલા લાખો રૂપિયાના પુરાવા પોતાની સાથે રાખીને કિટનાશક દવા પી જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કાર્યો હતો. દવા પીધેલ ગંભીર હાલતમાં 108 મારફતે દર્દીને લુણાવાડા જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ દર્દીને ગોધરા રીફર કરવામાં આવ્યો હતો.
ઍકના ડબલની લાલચ આપી શૈલેષ મણિલાલ તેની પત્ની નિમિષા અને સુરેશ અંબાલાલ પટેલ દ્વારા ખાતામાં નખાવતા હતા રૂપિયા. જેથી વ્યાજના વિષ ચક્રમાં યુવક ગયો ફસાઈ યુવક કંઇપણ કહે તો આ લોકો ધમકી આપતા હતા કે…યુવક કંઇપણ કહે તો આ લોકો ધમકી આપતા હતા કે મહીસાગર જિલ્લાના મોટા નેતાના પીએ સાથે અમારે સારા સબંધ છે તું અમારું કાઈ બગાડી શકીશ નહિ : સુસાઇટ નોટમાં ઉલ્લેખ