ઈન્સ્ટાગ્રામના માધ્યમથી બિભસ્ત માંગણી કર્યાનો આક્ષેપ
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતી 14 વર્ષની છાત્રાને ધવલ રાજપોપટ નામનો શખ્સ ના પાડવા છતાં બિભત્સ માંગણી કરી ફોન પર મેજ અને ફોટા મોકલી બદનામ કરવાની ધમકી આપી પરેશાન કરતા ત્રાસી ગયેલી છાત્રાએ આપઘાતનો પ્રયાસ કર્યા બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી આજે બપોરે ઘરે છરીથી હાથમાં છરકા કરી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જાણ થતા હોસ્પિટલે જઈ પુછપરછ કર્યા બાદ પોલીસે આ અંગે કિશોરીની માતાની ફરીયાદ પરથી ધવલ રાજપોપટ (રહે, નહેરનગર, નાના મવા રોડ) સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.પોલીસે જણાવ્યું કે, 14 વર્ષિય કિશોરી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. તેનો આશરે દોઢેક વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપી સાથે પરીચય થયો હતો. પરંતુ આરોપીને ના પાડવા છતાં તે બિભત્સ માંગણી કરી છેડછાડ કરી પરેશાન કરતો હતો. એટલુ જ નહીં કિશોરીને ફોન પર મેસેજ અને ફોટાઓ મોકલી બદનામ કરવાની ધમકી આપી પરેશાન કરતા ત્રાસી ગયેલી કિશોરીએ આજે સવારે ઘરે હાથમાં છરકા કરી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં ખસેડાઈ હતી.