મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટમાં આગમન, રંગીલું રાજકોટ રંગાયું તિરંગા યાત્રાના રંગે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ ઉજવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે. જેના ભાગરુપે આજે તા. 12નાં રોજ રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજયમંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં ઉમંગ અને ઉત્સાહભેર જોડાયા.
Facebook:
http://www.facebook.com/abtakmedia/videos/738762050541390/
Youtube:
બહુમાળી ભવનથી નીકળશે તિરંગા યાત્રા
વાહનચાલકો, રસ્તે અવર-જવર કરતા લોકોને ઓછી મુશ્કેલી પડે તેવી રીતે લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે.તેમ તંત્ર દ્વારા અનુરોધ કરી વિવિધ શાળા-કોલેજોના છાત્રો પણ તિરંગા યાત્રામાં જોડાવા જણાવાયું છે. વધુમાં આ યાત્રાને પગલે પોલીસ હેડ કવાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોકથી યાજ્ઞીક રોડ હરીભાઇ હોલ, રાડીયા બંગલા ચોકથી માલવીયા ચોક સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવે છે.