શહીદદિને શ્રદ્ધાંજલિ અર્પવા દેશભકિત ગીતોનો કાર્યક્રમ
આબેહુબ અમર જવાન જયોત પ્રજજવલિત કરાશે: સર્વે રાષ્ટ્રપ્રેમીઓને પધારવા શહીદ સૈનિક સેવા ટ્રસ્ટનો અનુરોધ: આયોજકો ‘અબતક’ના આંગણે
કાલે શહિદદિન નિમિતે શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા શહિદ સૈનિક સેવા ટ્રસ્ટ-રાજકોટ દ્વારા સાંજે સિન્દુરિયા સ્વિમીંગપુલ પાસે કોઠારીયા મેઈન રોડ ખાતે ૭:૦૦ કલાકથી લાઈવ મેગા ઓરક્રેસ્ટા (ચેતન મ્યુઝીક) દ્વારા ભવ્ય દેશભકિત ગીત-સંગીતનું ગાન સુંદર રીતે કરવામાં આવશે તથા સાહિત્યકાર જયુભાઈ સિંધવ તથા કિર્તીદાન ગઢવી દ્વારા સાહિત્ય રજુ કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં અમર જવાન જયોત પણ પ્રતિક‚પ આબેહુબ બનાવેલ છે. જેમાં શહિદ જયોત જલાવવામાં આવશે.
આ તકે આર્મીના રીટાયર્ડ જવાનો વિશેષ ઉપસ્થિત રહેવાના છે. તેમજ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રહેવાના છે. રાજકોટની નામાંકિત સંસ્થાઓના સહયોગ દ્વારા આ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા છે. હિરેન ગોસ્વામી, બકુલ ચોટલીયા-કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન, જીજ્ઞેશ રામાવત-રામાનંદી સોશિયલ ક્રિએટીવ કલબ, કરણ સોરઠીયા-રોયલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, આશુતોષ પટેલ-અભાસ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શહિદ સૈનિક સેવા ટ્રસ્ટ-રાજકોટના સંજય ગજેરા પ્રમુખ, રમેશ કુબાવત, હિરેન અગ્રાવત, સંજય ગઢીયા, રાજુભાઈ, દિપકભાઈ, કાનાભાઈ ગઢવી વગેરે સંસ્થા સાથે મળી જહેમત ઉઠાવી રહ્યા છે. દેશભકિતના કાર્યક્રમમાં પધારવા ‘અબતક’ની મુલાકાત દરમ્યાન આયોજકોએ સર્વે રાષ્ટ્રપ્રેમીઓને અનુરોધ કર્યો છે.