સાડી ભારતીય સ્ત્રીઓની ઓળખ છે. આજના મૉડર્ન કલ્ચરમાં પણ સાડીએ પોતાનું સ્થાન ગૌરવભેર જાળવી રાખ્યું છે. શુભ પ્રસંગો અને તહેવારોમાં તો સાડી જ શોભે એવું તેમનું માનવું છે. સાડીમાં દરેક સ્ત્રી આકર્ષક અને સુંદર જ લાગે છે તેથી એની ફૅશન ક્યારેય આઉટડેટેડ થવાની નથી. સિલ્કની સાદી સાડીથી લઈને ડિઝાઇનર સાડીઓ તેમની નબળાઈ છે. આપણે મોંઘી સાડી ખરીદી લઈએ છીએ, પણ એને સાચવી શકતાં નથી. એકાદ પ્રસંગમાં પર્હેયા બાદ આપણે એને કબાટમાં મૂકી દઈએ છીએ. છ-બાર મહિના પછી ફરીથી પહેરવા કાઢીએ ત્યારે એની ચમક ઓછી થઈ ગઈ હોય છે. એવા ટાણે જીવ બળે કે હજી તો બે-ચાર વાર જ પહેરી છે અને પૈસા પણ વસૂલ થયા નથી. આવો અનુભવ આપણે બધાંએ કર્યો જ હશે. કેટલાક લોકો પોતાની સાડીઓ બગડી ન જાય તે માટે ઘણી મહેનત કરતા હોય છે, તેમ છતાં તેમને જોઇએ તે પરિણામ મળી શકતુ નથી. તો આજે આપણે મહામૂલી સાડીઓને સંભાળ રાખવાની સરળ રીત વિશે જાણીશું.
કોઇ પણ સાડી પર બ્રશ ન મારો, કારણકે આમ કરવાથી તેના રેસા નીકળી જાય છે.
જો તમે સાડીઓને લાકડાની અલમારીમાં રાખી રહ્યા છો તો પહેલા એ જોઈ લો કે એમાં કીડા કે ઉધઇ તો નથી ને.
જરદોશી સાડીમાં પરફ્યૂમ ન લગાવો.
સાડી મુકવાના કવરમાં એક-એક લવિંગ અને કાળા મરી મુકો, જેથી તમારી પડેલી સાડીઓમાં વાસ ન આવે.
ઢાઈ કે જરદોશી વર્કની સાડીઓને ઊંધી ફોલ્ડ કરીને રાખો. જો તમે એને ક્યારે ક્યારે પહેરો છો તો હેંગર પર ઠીક છે નહીં તો વુડનરોડ પર લપેટીને રાખો.
માર્કેટમાં સાડીઓ રાખવા માટેના ખાસ કવર મળે છે. એમાં તમે સાડીઓને સારી રીતે સંભાળીને રાખી શકો છો.
બાટમાં ભેજ ક્યારેય ન લાગવા દો. તેના પર તાપ આવે તે રીતે તેને રૂમમાં ગોઠવો. ક્યારેક-ક્યારેક કબાટ ખુલ્લુ રાખો જેથી તેમાંથી ભેજની દુર્ગધ દૂર થઇ જાય.
સાડીઓમાંથી ભેજની ગંધ ન આવે તે માટે તમે ઈચ્છો તો સુગંધિત જડીબુટ્ટીઓ અથવા તો પાન રાખી શકો છો.
લગ્ન પ્રસંગ માટે તમે જરીવાળી ભભકાદાર સાડીઓનું કલેક્શન રાખો છો, તો ધ્યાન રાખો કે તે સાડી પર ક્યારેય હલકી ગુણવત્તાવાળો ડીટરજન્ટન વાપરવો કારણ કે, આમ કરવાથી તમારી સાડીની જરીની ચમક જતી રહેશે અને કાળી પડી જશે.
મોટે ભાગે સાડીઓ ફોલ પાસેથી જ ફાટે છે. તેથી જયારે પણ સાડીને વોશ કરો ત્યારે ફોલ પરના મેલને દૂર કરવા માટે સ્મૂથ બ્રશનો ઉપયોગ કરો જેથી સાડી ફાટે નહી.