જે લોકોને રસોઈ બનાવવાનો શોખ છે તેમને માટે રસોઈ બનાવવી એક ચપટીનું કામ છે. મોટાભાગે રસોઈ બનાવતી વખતે સમસ્યા તેમને માટે હોય છે જે ક્યારેક ક્યારેક રસોઈ બનાવે છે. આવા લોકોથી રસોઈ બનાવતી વખતે મોટાભાગે ભૂલો ઈ જાય છે. આ ભૂલો એવી હોય છે જેનાથી રસોઈનો સ્વાદ પણ બગડી જાય છે. પણ કેટલીક વાતોને ધ્યાનમાં મુકીને તમે કિચનના કામમાં પરફેક્શન લાવી શકો છો. આવો જાણીએ રસોઈ બનાવતા નારી ભૂલોને સુધારવાની નાની નાની ટિપ્સ..
૧. મીઠુ વધુ પડી જાય તો -જો શાક કે સૂપમાં મીઠુ વધુ ઈ જાય તો એક ચોથાઈ બટાકુ છોલીને સૂપમાં નાખી દો. આ વધુ મીઠુ શોષી લેશે અને તમને સ્વાદ સો કોઈ સમજૂતી નહી કરવી પડે. પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવા ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠુ ઓછુ કરવાનુ કામ કરે છે.
૨. ભાત બળી જાય તો શુ કરશો -જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય, તો તેને ફેંકશો નહી. બસ ભાતને તાપ પરી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો. આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ફરીથી ખાવા લાયક બની જશે.
૩. ફુદીનાની ચટણી બનાવો તો યાદ રાખો -ફુદીનાની ચટણી જો તમે મિક્સરમાં બનાવી રહ્યા હોય તો તેને મિક્સરમાં વધુ ન ફેરવશો. વધુ ફેરવવાથી ફુદીનાના પાનમાંથી તેલની વિકૃત ગંધ નીકળવી શરૂ શે. જે ચટણીનો સ્વાદ બગાડી નાખે છે. ફક્ત ફુદીનાની ચટણી બનાવવા માંગતા હોય તો ગ્રાઈડિંગ સ્ટોન મતલબ સિલબટ્ટા પર વાટી લો. આ રીતે ફુદીનાના પાનનું તેલ ધીરે ધીરે નીકળે છે. જેના કારણે સ્વાદ ખરાબ વાની શક્યતા ઓછી ઈ જાય છે.
૪. રસભરેલુ લીંબૂ -એક લીંબૂમાં લગભગ ત્રણ ચમચી જેટલો રસ હોય છે. પણ આપણે ક્યારેય તેનો બધો રસ કાઢી ની શકતા. તમે લીંબૂનો પુર્ણ રસ કાઢવા માંગતા હોય તો પહેલા વીસ સેકંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરો. પછી તેને વચ્ચેી કાપીને રસ કાઢો. જેનાથી લીંબૂનો બધો રસ નીકળી જશે.
૫. દૂધને ફ્રીજમાં મુકવાનુ ભૂલી ગયા -જો તમે ગરમીમાં દૂધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોય અને દૂધ ફાટવાનો ભય હોય તો તેમા થોડો ખાવાનો સોડા નાખી દો. દૂધ નહી ફાટે.
૬. ડુંગળી કાપો તો આવુ કરો -ડુંગળી કાપતી વખતે આંખોમાં આંસુ આવવા સ્વભાવિક છે. પણ તેનાી બચવાની એક સરસ ટિપ્સ છે. ડુંગળીને કાપીને બે ભાગમાં કાપી લો. પછી એક મોટી વાડકીમાં પાણી લઈને તેના બે ભાગને થોડી વાર માટે પાણીમાં મુકી દો. થોડી વાર પછી જ્યારે ડુંગળી કાપશો તો આંખોમાંથી આંસુ નહી આવે. તમે ચાહો તો તમારા ચાકુ પર થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો. તેનાથી પણ ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી ની આવતુ. આ ઉપરાંત ડુંગળીને પોલી બેગમાં બાંધીને અડધો કલાક માટે ફ્રિજમાં મુકી દો. ત્યારબાદ ડુંગળી કાપો. આંસુ નહી આવે.