21મી સદીની પેઢીને સૌથી વધુ ગમતું કામ એટલે ચટાકેદાર ખાવાનું અને નાઇટઆઉટ કરવાનુ. આપણે આધુનિક લાઇફ સ્ટાઈલમાં ફાસ્ટફૂડ વધુ ખાવાનું પસંદ કરતાં હોઈએ છીએ પણ આપણે સ્વાસ્થ્ય માટે એટલા સજાગ હોતા નથી તેને લીધે મેદસ્વીતા જેવી સમસ્યાનો શિકાર બનતા હોઈએ છીએ.
તો સ્વાસ્થની સંભાળ કેવી રીતે રાખવી તે જાણીએ ટચૂકડા નુસખાઓ દ્વારા :
પહેલા તો આપણે સારા આરોગ્ય માટે સમય પર ખોરાક લેવો જરૂરી છે .સવારે નાસ્તો કરવો અને વધુ પ્રોટીન , ફાઇબર મળે તેવો ખોરાક લેવો જોઈએ. ભોજનમાં વધુ ફેટ વાળો ખોરાક અને ખાંડનો ઓછો ઉપયોગ કરવો જોઈએ .
રોગપ્રતિકારક શક્તિ વધારવા શાકભાજી અને ફળોનું સેવન વધુ કરવું જોઈએ. જેમાં વિટામીન A, B6, B12, C, D અને E, તેમજ ઝીંક, આયર્ન, કોપર, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો વધુ પ્રમાણમાં મળી રહે છે.
વ્યાયામ અને યોગ કરવાથી આપણે શારીરિક તંદુરસ્તી વધે છે. ઘણા એવા લોકો પણ હોય જે બેઠાળુ જીવન જીવતા હોય છે. વધુ બેસી રહેવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેને લીધે શરીર બીમારીનું ઘર બને છે .વધુ પડતો સ્ક્રીન ટાઇમ પણ ડાયાબિટીસ , હૃદયરોગ અને સ્ટ્રોક જેવા રોગોના જોખમને આમંત્રણ આપે છે.
ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે એટલી જ મહત્વની છે, પૂરતી ઊંઘ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. એટલે વજન જાળવવા માટે યોગ્ય નિંદર જરૂરી છે. જો આપણે ઓછી નિંદર કરીએ તો તેને લીધે પણ આપણે તણાવનો શિકાર બનતા હોઈએ છે.
સ્વસ્થ જીવન માટે આ નુસખાઓનો ઉપયોગ આપણા માટે ફાયદાકારક નીવડી શકે છે.