દિવાળીની વાનગીઓ બનાવતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તે જાણીએ…..
- બંગાળી મીઠાઈ કરતી વખતે પનીર બનાવવા માટે ગાયના દૂધનો ઉપયોગ કરવો.
- બંગાળી મીઠાઈ બનાવતી વખતે ખાંડના પ્રમાણમાં પાણી 5-6ના પ્રમાણમાં હોવુ જોઈએ. તેમા રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઈઓ ઉકાળવી
- ફરસીપુરી બનાવતી વખતે તેમા મોણ થોડુ વધારે નાખવુ, જેથી તે સ્વાદિષ્ટ લાગશે.
- ભાખરવડી બનાવો ત્યારે બેસનનો લોટ બાંધો તેમા મોણ બિલકુલ ન નાખતા નહી તો તળતી વખતે તૂટી જશે.
- પૌઆનો ચેવડો કરતી વખતે પૌઆને તળવાને બદલે સારી રીતે સૂકા જ સેકી લો.
- ઘૂઘરાં, શક્કરપારા વગેરેમાં ઘીનું મોણ નાખવાથી વધુ ક્રિસ્પી થશે.
- સેવના ઝારા પર બેસન ઘસીને ગરમ તેલમાં પાડવાથી સેવ વધુ સ્વાદિષ્ટ બનશે.
- ચેવડો કરતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવુ, જેથી ચેવડો સારો લાગશે.