ટ્રીપલ તલાકનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં રહેલો છે… ત્યારે આ ચુકાદો પેચીદો બની ગયો હતો… 22 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે એક ખાસ નિર્ણય સંભળાવ્યો છે.. પાંચ અલગ અલગ ધર્મના 5 જજની સંવિધાન પીઠ આ કેસની સુનવણી માટે બનાવવામાં આવી હતી. આ પેહલા 11 થી 18 મે સુધી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપવાનો દિવસ આજનો નક્કી કર્યો હતો. સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયમાં લગ્ન તોડવા માટેની આ સૌથી ખરાબ રીત છે. એ બિનજરૂરી છે. કોર્ટે સવાલ કર્યો કે, જે બાબત ધર્મની મુજબ હીન છે, તો તેને કાયદાની રીતે કાયદેસર કેવી રીતે ગણાવી શકાય. તો ચાલો જાણીએ, આ પાંચ જજ વિશે, જેઓ આ મુદ્દે સુનવણી કરે છે.
જસ્ટિસ જગદીશ સિંહ ખેહર (શીખ)
તેઓ શીખ સમુદાય સાથે સંબંધ રાખનારા દેશના પહેલી ચીફ જસ્ટિસ છે. દેશના 44માં ચીફ જસ્ટિસ છે. 2011માં સુપ્રિમ કોર્ટના જજ બન્યા હતા અને હાલ 27મી ઓગસ્ટના રોજ રિટાયર્ડ થવાના છે.
જસ્ટિસ કુરિયન જોસેફ (ક્રિશ્ચિન)
આ જસ્ટિસ કેરળના છે. 1979માં કેરળ હાઈકોર્ટમાં તેમણે વકીલાત શરૂ કરી હતી. 200માં કેરળ હાઈકોર્ટના જજ બન્યા હતા. આ હાઈકોર્ટમાં બે વાર કાર્યકારી ચીફ જસ્ટિસ બન્યા હતા. 2010-13 દરમિયાન હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસ રહ્યા હતા. 8 માર્ચ, 2013ના રોજ તેઓ સુપ્રિમ કોર્ટના જજ બન્યા હતા અને આવતા વર્ષે 29 નવેમ્બરના રોજ રિટાયર્ડ થશે.
રોહિંગ્ટન ફલી નરીમન (પારસી )
1959માં જન્મેલા નરીમન માત્ર 37 વર્ષની ઉંમરમાં સુપ્રિમ કોર્ટના સીનિયર કાઉન્સિલ બન્યા હતા. જોકે, તે સમયે તેમને પદ માટે ઓછામાં ઓછા 45 વર્ષની ઉંમર હોવી જરૂરી હતી. પરંતુ જસ્ટિસ વેંકટચેલૈયાએ ફરીમન માટે નિયમોમાં રિસર્ચ કર્યું હતું. પશ્ચિમી શાસ્ત્રીય સંગીતમાં રુચિ રાખનારા અને ઊંડા જાણકાર છે. તેઓ પ્રકૃતિ પ્રેમી પણ છે.
જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (હિન્દુ)
1957માં જન્મેલા જસ્ટિસ લલિતે 1983માં બોમ્બે હાઈકોર્ટથી વકીલાતની શરૂઆત કરી હતી. એપ્રિલ, 2004માં સુપ્રિમ કોર્ટના સીનિયર એડવોકેટ બન્યા. 2જી મામલે સીબીઆઈની તરફથી વિશેષ અભિયોજક રહ્યાં. 2014માં સુપ્રિમ કોર્ટના જજ બન્યા. 2002માં તેઓ રિટાયર્ડ થશે.
જસ્ટિસ એસ અબ્દુલ નઝીર (મુસ્લિમ)
1958માં જન્મેલા જસ્ટિસ નઝીરે 1983માં કર્ણાટક હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. 2003માં કર્ણાટક હાઈકોર્ટના અતિરિક્ત જજ બન્યા હતા અને તેના આગળના વર્ષે જ સ્થાયી જજ બન્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેઓ સુપ્રિમ કોર્ટના જજ નિયુક્ત થયા હતા.