હવે આગામી 23 ઓગસ્ટથી આંતર કોલેજ સ્પર્ધાનો બીજો તબક્કો શરૂ થશે જેમાં સૌપ્રથમ ભાઈઓ-બહેનોની ચેસ સ્પર્ધા ખેલાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,સૌરાષ્ટ્રના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને એ.એમ.પી ગવર્મેન્ટ લો કોલેજના યજમાન પદે આજરોજ આંતર કાલેજ મહિલા ટેબલ ટેનિસ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ,
જેમાં જુદી જુદી 16 કોલેજના 23 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી. જેમાં ફાઇનલમાં પરમાર ટીના અને ચૌહાણ પૂર્વી વચ્ચે જંગ જામ્યો હતો. બંને ખેલાડીઓ ધ્રાંગધ્રા એસ.એસ.પી.જૈન કોલેજ તરફથી રમત રમી હતી. જેમાં આખરે પરમાર ટીનાનો વિજય થયો હતો.
ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી તેમજ અતિથિ વિશેષ તરીકે સીન્ડીકેટ સભ્ય ડો.ધરમભાઈ કામ્બલિયાખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ઇન્દોર સ્ટેડિયમ ખાતે 23 ઓગસ્ટથી સવારે 10 કલાકથી ભાઈઓ-બહેનોની ચેસ સ્પર્ધા યોજાશે.