૧ થી ૩ જુન રેજન્સી લગુન રીસોર્ટ ખાતે એક્ઝિબિશન: બ્રાઇડલ વેડીંગ માટે ગોલ્ડ, ડાયમંડ, જડતલ, પોલકી, કુંદન જવેલરી અને સાડીની આકર્ષક રેન્જ: મનમોહક કલેકશન સાથે વીઝીટર માટે અનેક નવા આકર્ષણો: આયોજકો ‘અબતક’ના આંગણે

ચારેબાજુ લગ્નની મોસમ ચાલી રહી છે તો સાથે નવવધુના પોષાક, કપડાં વગેરે સાજ-શણગાર પર પૂણ ઘ્યાન આપવાનો સમય આવી ગયો છે. રાજકોટમાં તા.૧ જુનથી ટાઇમ્સ ગહેના નવવધુ માટે માટેનું પ્રદર્શન શરુ થાય છે તો મોહક ભર્યા આ ત્રણ દિવસ સુધી ખરીદી કરવા દરેકને અનુરોધ કરાયો છે.

લગ્ન એ અદભુત પ્રસંગ છે. હ્રદયથી સ્વીકારાતી સૌથી પ્રિય યાદો ! નવવધુ માટે અને અસ્તિત્વમાં લાવવું બંનેની સાથે લઇ આવી. શ્રેષ્ઠ બ્રાન્ડના ઉત્પાદકોનું પ્રદાન કરી અને શ્રેષ્ઠ સેવા સાથે લગ્નની તૈયારીના સંદર્ભ આનંદમય તૈયારી માટેના ટાઇમ્સ ગહેનાના પ્રયાસો દ્વારા ચાર સંસ્કરણોના સફળ સંચાલન પછી ટાઇમ્સ ગહેનાનું પાંચમું સંસ્કરણ આવી રહ્યું છે.

પ્રદર્શન રેજન્સી લગુન રીસોર્સ, ન્યારી ડેમ રોડ ખાતે તા. ૧ થી ૩ જુન (ત્રણ દિવસા સુધી ચાલશે. સ્ત્રીઓ માટેના એકબીજા સાથે મેળ ખાતા વસ્ત્રોના સેટ હોય કે પછી ઝવેરાત, આ પ્રદર્શન બધું પ્રદાન કરશે. દેશના દરેક સંસ્કૃતિક અને પરંપરાના  ડિઝાઇનરોને તેમની વિશિષ્ટ લક્ષણ ધરાવતી શૈલી અને આકાર પ્રસ્તુત કરવા માટે આમંત્રણ છે. સુંદર અને નાજુક ડિઝાઇનર કપડાં, ચળકાટ ધરાવતા ઝવેરાત પગરખા સુધીનું પોષાક પરંપરાગત ભપકા અને ડિઝાઇનરની સાથે સમગ્ર દેશમાંથી આધુનિક શૈલી અને ભાતને ગેહના એકઝીબીશન પ્રતિનિબિબિત કરે છે. ટાઇમ્સ ગેહના પ્રદર્શનની આ પ્રસિઘ્ધિ જ છે કે જેના થકી મહત્વના વેપારી કેન્દ્રો જેમ કે કોલ્હાપુર, હૈદરાબાદ, પુના, બરોડા, નાગપુર અને અમદાવાદમાં એના રસ્તા ખુલ્લા છે.

ઉચ્ચ ગુણવતાભર્યા લગ્નસરાના ઉત્પાદકોના વિવિધ માલના પુરવઠા પુરા પાડનારાઓને એક જ જગ્યાએ ભેગા લઇ આવવા માટે એક રચનાત્મક પ્રદર્શન વર-વધુઓ માટે, વેપારના મુલાકાતીઓ અનુભવો માટે લગ્ન, લગ્ન માટેની નવી વસ્તુઓના ઉત્પાદનો અને ઉપલબ્ધ સેવાઓ સહિત બધું જ અહીં ખરીદી શકાશે. ઝવેરાત મુળભૂત હશે અને ફેશન પરસ્ત ઝવેરાત બધા જ પ્રસંગો પર શોભી ઉઠે એવા નવવધુ માટે કુંદન જડિત પોલકા સોના અને હીરા જડીત સેટ સાથે ઉપલબ્ધ છે. નવ યુવતિઓ માટે લાલિત્યપૂર્ણ અને મહામૂલ્ય કિંમતી અને અંશત કિંમતી રત્નો જેડલા ઝવેરાત છે. પોષાકોને એવા ખાતા ઝવેરાત વિવિધ રંગો અને એની છટાયુકત રત્નો સહીતના છે.

આ પ્રસંગે લગ્ન માટેની ફેશનના દરેક પાસાઓ પ્રદર્શિત કરતા ગ્રાહકો ઝવેરાતના ચડિયાતા ભંડાર મેળવે ભેટ સોગાદો ઝવેરાત, વાળ અને સૌદર્યવર્ધક ઉત્પાદકો અને સેવાઓ વધુના પોષાક શણગાર, આરામદાયક વાતાવરણમાં આવું ઘણું બધું મેળવશે.પ્રદર્શનકારો એ જ સમયે ડિસ્કાઉન્ટ પ્રદાન કરશે. ટાઇમ્સ ગેહના હંમેશા ઉત્સાહિત પ્રતિભાવ મેળવે છે. નવવધૂ  માટેનું વ્યાપક પ્રદર્શન જે સંપૂર્ણ લગ્નના દરેક પાસાઓ માટે જોઇતી વસ્તુઓ પુરી પાડે છે.વિવિધ બજેટસ અને પસંદગી માટે ટોચના ડિઝાઇનરોના લગ્નના પોષાકની વિશાળ પસંદગીથી લઇને ઉચ્ચ દરજજાની ફેશન બ્રાન્ડસ આ પ્રદર્શનમાં મળશે. ટાઇમ્સ ગેહના પ્રદર્શન ભારતીય લગ્ન ઉઘોગોને અદ્યતન સાથે પ્રદાન કરવા ફરી આવ્યું છે.

ટાઇમ્સ ગહેનાના એકઝીબીટર: એમજીઆર જવેલ્સ-રાજકોટ, એશ્ર્વર્યા ડિઝાઇન સ્ટુડીયો- અમદાવાદ-મુંબઇ, સોહમ ક્રિએશન મુંબઇ, પંચરત્ન જવેલર્સ-અમદાવાદ, ગોલ્ડન જવેલ્સ (આનંદ શાહ) સુરત, રસીકલાલ સાકંલચંદ જવેલર્સ મુંબઇ, ઝીંઝુવાડીયા જવેલર્સ – અમદાવાદ (સિલ્વર યુટેન્સીલ્સ) દિલ્હી છે. એકીઝબીશનને સફળ બનાવવા ધર્મેશભાઇ ખેરગાઉકર (ટાઇમ્સ ગહેના ના મેનેજીંગ ડીરેકટર) અને રીશીત મહેતા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.