વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને “પાંચ ટ્રીલીયન” અમેરિકન ડોલરનું કદ આપવાના લાંબાગાળાના રોડ મેપ પર તબક્કા વાર કાર્ય થઈ રહ્યું છે ત્યારે કૃષિની સાથે સાથે દેશના ઔદ્યોગિક વિકાસ માટે પણ  સુધારાઓ જરૂરી છે, દેશના આર્થિક વૃદ્ધિદરમાં કૃષિ આવક, નિકાસ, અને ઔદ્યોગિક ઉત્પાદન માં વૃદ્ધિ એ મહત્વના પરિમાણ તરીકે કાર્યકર્તા હોય છે, ત્યારે દેશના આર્થિક વિકાસમાં ખાસ કરીને ગુજરાત જેવા ઉધમી રાજ્યનું મહત્વનું યોગદાન હોય રાષ્ટ્રીય વિકાસ દર અને ઉદ્યોગમાં ગુજરાતનું મહત્વ છે,ત્યારે ગુજરાત સરકારે તાજેતરમાં નવી ઔદ્યોગિક નિતી માં દરેક ઉદ્યોગોને યોગ્ય પ્રોત્સાહન મળે તેવું વલણ અપનાવ્યું છે.

લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગની સાથે સાથે મોટા ઉદ્યોગો અને મેગા ઇન્ડસ્ટ્રીઝ કલસ્ટરને સીધા અથવા આડકતરી રીતે વિકાસ માટે 10,000 કરોડ રૂપિયાના લાભોની જોગવાઈ કરવામાં આવી છે ,ગુજરાત રાજ્યમાં વિદેશી કંપનીઓ સાથે સ્થાનિક કંપનીઓ પણ વિકાસ કરી રહી છે ત્યારે નવી ઉદ્યોગિક નીતિમાં જે ઉદ્યોગ 1000 કરોડથી લઈ ₹5,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરે તો તેઓને યોગ્ય વર્તન આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે 50% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પણ જીએસટીમાં પણ વળતર આપવામાં આવશે, સરકાર દ્વારા ગુજરાત માં ઔદ્યોગિક વિકાસ માટે જે પ્રોત્સાહન આપવાનું વલણઅપનાવ્યું છે તે લાંબા ગાળે દેશના અર્થતંત્ર માટે લાભકારક રહશે તેમાં બે મત નથી.

ગુજરાત અને ગુજરાતીઓ વિશે કહેવામાં આવે છે કે ગુજરાત ના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કચરામાંથી પણ કંચન પેદા કરવાની તાકાત ધરાવે છે, ધૂળમાંથી રૂપિયા બનાવવા હોય કે હવામાં પૈસાનો વરસાદ કરવો હોય તો તે ગુજરાતી કરી શકે છે,ત્યારે વિકાસની હરણ ફાળ ભરવા માટે ગુજરાત સરકારે ઉદ્યોગ નીતિમાં જે પ્રોત્સાહનનો જે પટારો ખોલ્યો છે તે સરેરાશ દેશના તંત્ર અને તેમાં પણ ખાસ કરીને પાંચ ટ્રિલિયનઅમેરિકન ડોલરના લક્ષ્યાંક સુધી અર્થતંત્રને પહોંચાડવા માટે ગુજરાતનો ઉદ્યોગ વિકાસ પાયાનો પથ્થર બનશે તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.