ચાપરડા ખાતે વિદ્વાન કથાકારોની પ્રાણપ્રતિષ્ઠા અને બે દિવસીય ચિંતન શિબિર યોજાઈ: શિબિરમાં રાજગોર બ્રાહ્મ જ્ઞાતિ સેવા સંઘના ઊપપ્રમુખ ગીજુભાઈ વિકમા, ચિંતન શિબિરના ઉદ્ઘાટક ગીજુભાઈ ભરાડ સહિતનાઓ ઊપસ્થિત રહ્યાં
સુરેવ ધામ ચાપરડા મુકામે અખિલ ભારતીય સાધુસમાજનાં અધ્યક્ષ વિશ્વ વંદનીય સંત શ્રી પ્રાત:સ્મરણીય પૂજ્ય મુકતાનંદજી બાપુ ના અધ્યક્ષ સ્થાને અને કેળવણીની ખરી દિશા સમાજને આપનાર દરેક વર્ગનો વિકાસ, દરેક યુવાનના વિકાસ, એક શ્રેષ્ઠ વિચાર, ના માધ્યમથી રાષ્ટ્રનો વિકાસ, વિચારોથી શ્રેષ્ઠ સમાજના પથ દર્શક અને ચિંતન શિબિરના ઉદ્ઘાટક અને પ્રેરક શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબની ઉપસ્થિતિમાં તારીખ ૧૮ જાન્યુઆરી અને ૧૯ જાન્યુઆરી સમાજનાં વિદ્વાન કથાકારોની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાપુએ કથાની વ્યાસપીઠ પરથી સૌ વિદ્વાન કથાકારોએ રાષ્ટ્રધર્મને સર્વોપરી રાખી, હિન્દુ સંસ્કૃતિને સર્વોપરી રાખી, સનાતન વિચારોને સર્વોપરી રાખી, પ્રકૃતિના દરેક કણેકણની મદદ સમાજને મળી રહે તે માટેનું ચિંતન, તે માટેનું જ્ઞાન, તે માટેની ઉચ્ચ કોટી કથાનો લાભ હર જન-જન સુધી પહોંચે વ્યાસપીઠ પરથી શાસ્ત્રના પ્રસંગોની સાથે સાથે શ્રેષ્ઠ રાષ્ટ્રધર્મ નિભાવવા માટે નું આહ્વાન કરવામાં આવે
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ક્યાંય પણ ખોટી પરંપરાઓ હતી જ નહીં છતાં પણ ક્યારેક અર્થઘટન જો કોઈ ઉંધુ થઈ ગયું હોય અથવા તો પરંપરાઓ અંધશ્રદ્ધા માં પરિવર્તન થઈ હોય તો તેનો યોગ્ય ઉપાય કરી અને દૂર કરવાની કોશિષ કરવી જ્ઞાતિ સમુદાયના વાડામાંથી બહાર નીકળી વ્યવસ્થા માટેની પરંપરાઓને જાળવી અને ખોટા વૈમનસ્યની સ્થિતી સમાજમાં ન ફેલાય એની તકેદારી સૌ કોઈએ રાખવી પડશે.
આજે ભારત દેશ નાનો થતો જાય છે સીમાઓ નાની થતી જાય છે હિન્દુ ધર્મને ટકાવવાં ઠોસ કદમ લેવાનો સમય પાકી ગયો છે તો સૌ સાથે મળી રૂઢ થયેલી ખોટી પરંપરાઓ ખોટી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ સમગ્ર સાધુ-સંતો-મહંતો ધર્મનું સંસ્કૃતિનું શાસ્ત્રોનું સવર્ધન , સંરક્ષણ, પ્રચાર અને પ્રસાર કરશે તો હિન્દુ સંસ્કૃતિના કે હિન્દુ ધર્મના મૂળિયા મજબૂત થશે અને આવનારી પેઢીઓ એમને વળગી રહેશે અને ધર્મની સાચી ગરીમાં જળવાશે સાથે-સાથે ચિંતન શિબિરના ઉદઘાટક્ અને પ્રેરણાદાયી શિક્ષણવિદ્ ગીજુભાઈ ભરાડ સાહેબે વ્યાસપીઠ પરથી થતી કથામાં યુવાનો ની હાજરી બહોળી સંખ્યામાં હોય અને સાચા અર્થમાં શાસ્ત્ર અને પુરાણોમાંથી જે વાત અને વિચારો રજુ થયા છે તે વિચારોને એકવીસમી સદી સાથે જોડવા તે વિચારોને વિજ્ઞાન સાથે જોડવા તે વિચારોને સમાજ અને રાષ્ટ્રકલ્યાણના માર્ગ સાથે જોડવા તમામ કથાકારો આ બાબતમાં તેનું ઉત્તરદાયિત્વ સ્વીકારે અને માતા-પિતા પોતાનાં બાળક માટે શ્રેષ્ઠ શિક્ષણ માટેની વ્યવસ્થા વિચારે, આજનું બાળક જે કંઈ ઝંખે છે તે શાસ્ત્ર, સંસ્કૃતિ અને ધર્મ આધારિત હોય પણ સાથે સાથે જીવન ઉપયોગી પણ હોવું જોઈએ આ તમામ વાતો વ્યાસપીઠ પરથી વિવેકથી, વિનયથી, વિશ્વાસથી અને શાસ્ત્રના સમર્થનથી કરવામાં આવે સાથે સાથે ભારતનાં હિન્દુ ધર્મના આગેવાનો, યુવાનો, વિચારશીલ બને.
ઉત્તમ વિચારો અને શ્રેષ્ઠ જીવન માટે લાખો માણસો આજે ગીજુભાઈ ભરાડ સાહેબ દ્વારા તૈયાર કરેલી વિચાર ક્રાંતિ એપ્લીકેશનનાં માધ્યમથી રોજ નવી માહિતી પ્રાપ્ત કરે છે. માતાઓ ,બહેનો, યુવાનો અને વડીલો વધુમાં વધુ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એકવીસમી સદી ઇન્ટરનેટનો યુગ છે તો ઈન્ટરનેટના માધ્યમથી શ્રેષ્ઠ જીવન માટે, શ્રેષ્ઠ વિચારો માટે ,વિચાર ક્રાંતિ એપ્લિકેશન સૌ ડાઉનલોડ કરી બાળકો માટે શ્રેષ્ઠ વાર્તાઓ, યુવાનો માટે શ્રેષ્ઠ વિચારો, દંપતી માટે શ્રેષ્ઠ દામ્પત્ય જીવન અને વયોવૃદ્ધ માટે જીવનનો સાચો મર્મ આ તમામ ની માહિતી વિચાર ક્રાંતિ એપ..માં પણ ઉપલબ્ધ છે.
સૌ બે દિવસના ચિંતનને અંતે એક શ્રેષ્ઠ કામગીરી બજાવી શકશે એમના વિશ્વાસ સાથે આ ચિંતન શિબિરમાં ખાસ જેની પ્રેરક ઉપસ્થિતિ રહી એવા આચાર્ય રમેશભાઇ મહેતાજી કે જેવો અમેરિકા ફ્લોરિડા ખાતેથી ખાસ ચિંતન શિબિર માટે ભારત વતન પધારેલા અને અમેરિકા, જાપાન, જર્મની, બ્રિટન, પોર્ટુગલ જેવા દેશોમાં હિંદુ સંસ્કૃતિની, હિન્દુ ધર્મની, હિન્દુ શાસ્ત્રોની કેટલી મોટી ઊંચાઈ અને ગરિમા છે એની વાત તેણે શ્રીમદ્ ભાગવત કથાના માધ્યમથી ગુરૂજીએ જે વાત વાત સૌને જણાવી શ્રીમદ્ ભાગવતજીનાં એક શ્લોકનો એક શબ્દ ’નિર્મત્સર’ એક શબ્દ હિંદુ સંસ્કૃતિ માટે, હિંદુ ધર્મ માટે, અને દરેકના જીવન માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થશે સાથે સાથે તમામ કથાકારોએ પોતપોતાના ચિંતનમાં રાષ્ટ્રધર્મ, શાસ્ત્ર ધર્મ અને સંસ્કૃતિ, રાષ્ટ્રીય મૂલ્ય, ધાર્મિક મૂલ્યો, નૈતિક મૂલ્યો, સામાજિક મૂલ્યો, ધાર્મિક મૂલ્યો, આ તમામ મૂલ્યોના અનુસંધાને પોતપોતાના વિચારો વ્યાસપીઠ પરથી કેવી રીતે રાષ્ટ્રના હિતમાં રજૂ કરી શકાય એનો ચિતાર આપેલો.
ચિંતન શિબિરમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ ઉપપ્રમુખ ગિજુભાઈ વિક્મા, ભૂતપૂર્વ પ્રમુખ જેન્તીભાઈ તેરૈયા જ્ઞાતિ વિકાસનાં વિચારશીલ યુવા પ્રતિભા રાજુભાઇ શીલું તેમજ આગેવાનો અને સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિરહી હતી. પ્રારંભમાં બ્રહ્માનંદ ધામ ચાપરડા શ્રી બ્રહ્માનંદ વિદ્યાલયના આચાર્ય વિ.કે. મહેતા સાહેબે સંસ્થા પરિચય સાથે સાથે પૂજ્ય મુકતાનંદજી બાપુના સમાજ અને સમૃધ્ધ રાષ્ટ્ર માટેનાં સેવાયજ્ઞ ની વિસ્તારથી માહિતી આપી હતી તમામ કથાકારશ્રીઓ અને મહેમાનોની રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થાની જહેમત ચડદુભાઈ જોષી અને તેની ટીમે લાજવાબ કરી હતી અને તમામ કાર્યક્રમની રૂપરેખા અથવા તો વિચાર જેના મનમાં સ્ફૂરેલો એવા ભુપતભાઈ મહેતાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌ ચિંતનનું નવનીત લઈ અને છૂટા પડ્યા હતા સમગ્ર ચિંતન શિબીરનું રસમય સંચાલન કથાકાર ગિરધરભાઈ જોષીએ કર્યું હતું.