આઈસીએસસી અને આઈએસસીની પરિક્ષાનું કાઉન્ટ ડાઉન શરુ

ઈન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ દ્વારા ઈન્ડિયન સેક્ધડરી એજયુકેશન માટે ફાઈનલ ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. આઈએસસીઈ દ્વારા જાહેર કરાયેલા આઈએસી ધો.૧૦ ૨૦૧૮ની પરિક્ષાની તારીખોમાં ફેરફારો કરવામાં આવ્યા હતા પરંતુ હવે ફાઈનલ ડેટ નકકી કરવામાં આવી છે.

જેના આધારે આઈસીએસઈની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી લેવાશે અને આઈએસસી પરીક્ષા ૭ ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. આ પૂર્વે નિર્ધારીત ટાઈમ ટેબલ માટે જણાવાયું હતુ કે રાજયની ચૂંટણી તારીખોને કારણે ચીફ ઈલેકશન કમિશ્નર દ્વારા પરિક્ષાની તારીખમાં ફેરફારો થઈ શકે છે. જોકે ઈલેકશન કમિશને ત્રીપુરામાં જાન્યુઆરી ૧૮ અને ફેબ્રુઆરી ૧૮ ચૂંટણીની તારીખો રાખી છે. તો મેઘાલયા અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી જાહેર કરવામા આવી છે. આઈસીએસસી ધો.૧૦ અને આઈએસસી ધો.૧૨ ની પરીક્ષાને આડે માત્ર એક મહિનાનો જ સમય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.