ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10 (રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે) અને ધો. 12ની પરિક્ષાને લઇ તારીખો જાહેર કરી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ 1-7-2021 થી 16-7-2021 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં દરેક વિદ્યાર્થીને 30 મિનિટનો વધુ સમય ફાળવવામાં આવશે.
રાજ્યમાં ઘોરણ 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી સાયન્સ સ્ટ્રીમના 1.4 લાખ વિદ્યાર્થીઓ અને જનરલ સ્ટ્રીમના 5.43 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તા.1 જુલાઈથી શરૂ થનાર પરીક્ષામાં ધોરણ-10ના લગભગ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ રીપીટર હશે.
ધો.10ના રિપિટરોની પરીક્ષાનું ટાઈમ ટેબલ
1 જુલાઇએ ભાષાઓના પેપર
2 જુલાઇએ ગુજરાતીનું પેપર
3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર
5 જુલાઇએ ગણિતનું પેપર
6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર
7 જુલાઇએ અંગ્રેજીનું પેપર
8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર
(ધો.10ના પેપરનો સમય સવારે 10.00થી 1.15 રહેશે)
ધોરણ 12 સાયન્સવની પરીક્ષાનું ટાઈમ ટેબલ
1 જુલાઇએ ફિઝિક્સનું પેપર
3 જુલાઇએ કેમિસ્ટ્રીનું પેપર
5 જુલાઇએ બાયોલોજીનું પેપર
6 જુલાઇએ ગણિતનું પેપર
8 જુલાઇએ અંગ્રેજીનું પેપર
10 જુલાઇએ ભાષાના પેપર
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ
આ નિયમોનું પાલન કરવું પડશે
•વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે
•વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે.
•પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
•સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે
•સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કેે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે
જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે.