૭ અઠવાડિયા પહેલા પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરતા વિદ્યાર્થીઓને વાંચવાનો પુરતો સમય મળશે
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજયુકેશન દ્વારા ૨૦૧૮-૧૯ની પરીક્ષાના ટાઈમ ટેબલ જાહેર કરાયા છે. સીબીએસઈ ધો.૧૨ની પરીક્ષાનું ૧૫મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે જે ૩જી એપ્રીલ સુધી ચાલશે. સીબીએસઈ ધો.૧૦ની પરીક્ષાનો ૨૧મી ફેબ્રુઆરીએ પ્રારંભ થઈ રહ્યો છે જે ૨૯ માર્ચ સુધી ચાલશે.
પરીક્ષાના ટાઈમ ટેબલ સીબીએસઈની ઓફિશીયલ વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે. જેની મુજબ ૭મી માર્ચથી થીયોરીટીકલ પરીક્ષામાં ૭મી માર્ચને ગુરૂવારે ગણીત, બુધવારને ૧૨ માર્ચના રોજ સાયન્સ થીયરી તેમજ પ્રેકટીકલની પરીક્ષા લેવાશે. ૧૯મી માર્ચને મંગળવારના રોજ હિન્દી કોર્ષ-એની પરીક્ષા લેવાશે. શનિવાર ૨૩ માર્ચના રોજ ઈંગ્લીશ કોમ્યુનિકેશન તેમજ લેગ્વેજના પેપર રહેશે. ૨૯ માર્ચ ધો.૧૦ બોર્ડના છેલ્લા પેપરમાં સમાજ, વિજ્ઞાનનું પેપર રહેશે.
સીબીએસઈ ધો.૧૨ સાયન્સ સ્ટ્રીમ માટે ૨જી માર્ચ અને શનિવારથી ઈંગ્લીશના પેપરથી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં ૫મી માર્ચે ફિઝીકસ, ૧૨મી માર્ચે કેમીસ્ટ્રી, ૧૫મી માર્ચે બાયોલોજી તો ૧૮મી માર્ચે મેથ્સનું પેપર રહેશે. આ સાથે ૧૨ સાયન્સ સ્ટ્રીમની પરીક્ષાના પેપરોનું ટાઈમ ટેબલ રહેશે.
સીબીએસઈ ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૧૬મી ફેબ્રુઆરીથી ફાયનાન્સીયલ અકાઉન્ટીંગ અને ઈંગ્લીશના પેપરો રહેશે તો બીજી માર્ચે ઈંગ્લીશની પરીક્ષા લેવાશે. ૧૪મી માર્ચે બિઝનેશ સ્ટડીઝ, ૧૮મીએ ગણીત, ૨૭ માર્ચે ઈકોનોમીકસ અને ૨૮મી માર્ચે આઈપી અને તેના ઓપશનમાં કમ્પ્યુટર સાયન્સનું ટાઈમ ટેબલ રાખવામાં આવ્યું છે.
સીબીએસઈ ધો.૧૨ આર્ટસના વિદ્યાર્થીઓ માટે ૨૦મી ફેબ્રુઆરીથી શરૂ થનાર પરીક્ષામાં પહેલુ પેપર ફેશન સ્ટડીઝનું રહેશે. ૭મીએ જીયોગ્રાફી, ૧૧મી માર્ચે સોશ્યોલોજી, ૧૯મી માર્ચે પોલીટીકલ સાયન્સ, ૨૫મી માર્ચે હિસ્ટ્રી, ૨૭ માર્ચે ઈકોનોમીકસ, ૨૯મી માર્ચે સાઈકોલોજી, ૧લી એપ્રિલે હોમ સાયન્સ અને ૨જી એપ્રિલે ફીલોસોફી સાથે આર્ટસના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો અંત થશે.
સીબીએસઈએ ૭ અઠવાડિયા પહેલા પરીક્ષાના પરિણામો જાહેર કરતા વિદ્યાર્થીઓને પુરતો સમય તૈયારી માટેનો મળી રહેશે. પરીક્ષાનો સમય ૧૦:૩૦ થી ૧:૩૦ વાગ્યાનો રહેશે. ૧૦ વાગ્યે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં હાજર રહેવાનું રહેશે. ધો.૧૦ અને ૧૨ બન્નેમાંથી કુલ ૨૪૦ જેટલા વિષયો રહેશે.