બંને ટાવરની ઘડિયાળો લાંબા સમયથી બંધ: કોઈને પડી નથી

સુરેન્દ્રનગર શહેર એટલે આજુબાજુના ગામમાં મોટું હટાણું અને લાખોની વસ્તી ધરાવતા શહેરમાં ટાવરના ઘડિયાળના ડંકા બંધ અને બંને ટાવરોનો સમય ઘડિયાળ બંધ હોવાથી અલગ-અલગ સમય બતાવે છે સુરેન્દ્રનગર શહેરના ટાવર પાસેથી મંત્રી, ધારાસભ્યો, કલેકટર, મામલતદાર, પોલીસ વડા સહિતના અધિકારીઓ પસાર થાય છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની દરકાર કરવામાં આવતી નથી.

શહેરમાં ઐતિહાસિક ગણાતો ટાવર પહેલા ઘણા વર્ષો પહેલા અંગ્રેજ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ટાવર વર્ષો સુધી કાર્યરત રહ્યાં બાદ ૨૦૦૧માં વિનાશકારી ભૂકંપમાં જર્જરિત થઈ ગયો હોવાની શંકાના આધારે આ ટાવરને ધરાશાયી કરી અને અજરામર સેવા ટ્રસ્ટ દ્વારા અજરામર સંસ્થાના સહયોગથી ફરીવાર સુરેન્દ્રનગર ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું. ટાવરમાં રાખેલી ઘડિયાળ થોડો સમય ચાલી અને બંધ પડી ગઈ. બાદમાં આ ઘડિયાળની કે તેના ડંકા પડે છે કે નહીં જેની દરકાર આજદિન સુધી લેવામાં આવી નથી. સુરેન્દ્રનગરના વૃદ્ધો દ્વારા જણાવવામાં આવ્યું કે આજથી અંદાજે ૧૦૦ વર્ષ પહેલા કોઈની પાસે ઘડિયાળ નહોતી કે એનો સમય જોવો એ પણ મુશ્કેલ હતો. ત્યારે ઘડિયાળના ડંકા આકાશ સુરેન્દ્રનગર શહેરમાં સંભળાતા હતા જેના કારણે જે તે સમયમાં કેટલા વાગ્યા તેનો અંદાજ ટાવરની ઘડિયાળથી લગાવવામાં આવતો હતો.

આ માર્ગ ઉપરથી સુરેન્દ્રનગર શહેરના સાંસદ સભ્ય તેમજ ધારાસભ્ય, કલેક્ટર, મામલતદાર અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના સરકારી અધિકારીઓ સવાર-સાંજ પસાર થાય છે. આમ છતાં પણ હાલમાં આ ટાવરનો કબજો કોની પાસે છે આ ટાવરનો સંચાલન કોણ કરે છે જેની તપાસ કે દરકાર કરવામાં આવતી નથી જેના કારણે આ ટાવરની ઘડિયાળ છેલ્લા કેટલાક વસ્તી બંધ હાલતમાં હોવાથી બહારથી આવતા હટાણું કરવા લોકો સીધા ટાવરને ઘડિયાળ સામે જુએ છે પરંતુ ટાવરની એક પણ ઘડિયાળ ચાલુ હાલતમાં નથી જ્યારે બીજા ટાવરની વાત કરવા જઈએ તો બીજો ટાવર રંભાબેન ટાઉન હોલ ઉપર ઉભો કરવામાં આવ્યો છે જે ટાવરની ઘડિયાળ પણ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે. નવાઈની વાત એ છે કે બંને ટાવરોની ઘડિયાળના સમય અને કાંટા અલગ-અલગ  સમય દર્શાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં કોઈ સંસ્થા કે પછી કોઈ સેવાભાવી લોકો આગળ આવે અને આ બંને ટાવરોની ઘડિયાળ ચાલુ કરાવે અને ફરી વાર ટાવરના સમય અને ડંકા શરૂ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.