- પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીર્ય વિશ્ર્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આધ્યાત્મિક માર્ગદર્શકનો વિદ્વાન તત્વચિંતકો સાથે યોજાયો પરીસંવાદ
Rajkot News
વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારત 21 મી સદીમાં વિશ્વ ગુરુની ભૂમિકા માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને આધ્યાત્મિક માર્ગદર્શક બ્રહ્માકુમારી નિકુંજભાઈ બે થી છ ફેબ્રુઆરી સુધી રાજકોટના મહેમાન થયા છે અને અલગ અલગ કાર્યક્રમો ની વણજાર વચ્ચે તેમણે પત્રકાર સાથે સંવાદ કર્યો હતો.
વિશ્વભરના અનેક દેશોમાં આધ્યાત્મિક માર્ગદર્શક ની ફરજ બજાવીને ભારતીય સંસ્કૃતિ ધર્મને ઉજાગર કરનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાત બ્રહ્માકુમારી નિકુંજભાઈ એ દેશની વર્તમાન સ્થિતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યુગ પરિવર્તન માટે ભારત વિશ્વ માટે વિશ્વ ગુરુની ભૂમિકા માં આવી રહ્યું છે, તેમણે જણાવ્યું હતું કે પત્રકારોની કલમમાં ખૂબ તાકાત હોય છે તેમણે વૃદ્ધો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી ભારતમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ અને વૃદ્ધાશ્રમ નામસેસ થઈ જાય તેવી સામાજિક જાગૃતિ માટે કલમની તાકાત બતાવી જોઈએ, નિકુંજભાઈ એ જણાવ્યું હતું કે આજે યુવાનો વૃદ્ધોને પોતાના સુખ સુવિધા અને આનંદ માટે રજડતા મૂકી દે છે, સંતાનો વિદેશ જવા માટે વૃદ્ધાશ્રમોમાં માતા-પિતાને મૂકી આવે છે ..ખરેખર તો વિશ્વના મોટા લોકતંત્ર ભારતમાં વૃદ્ધોને સામાજિક સુરક્ષા આપવા માટે કાયદા કડક બનાવવા જોઈએ, વૃદ્ધ મા-બાપને ન સાચવનાર સંતાનોને સરકારી નોકરી ન મળવી જોઈએ ..બાળકોને વડીલોનો છાયો મળે તેવી વ્યવસ્થા ની જરૂર છે, વડીલો દ્વારા જ બાળકોને સારા સરકાર મળે છે, અને બાળકો માટે કોઈએ આયા રાખવી ન જોઈએ, બાળકો નો માતા-પિતા દ્વારા જ ઉછેર થવો જોઈએ તેમ તેમણે જણાવી સામાજિક જાગૃતિ માટે પત્રકારોને આગળ આવવા આહવાન કર્યું હતું
બ્રહ્માકુમારી નિકુંજભાઈ 21 વર્ષ બાદ રાજકોટ આવ્યા છે, તેમણે ત્રણ દાયકા સુધી એક લાખથી વધુ કેન્સર જાગૃતિ માટેના ગામડે ગામડે કેમ્પ કર્યા છે. અને તેમનો આ યજ્ઞ આજીવન ચાલુ રહેશે, આધ્યાત્મિક માર્ગદર્શક શિક્ષક અને લોકપ્રિય લેખક તરીકે રાજયોગી બ્રહ્મા કુમાર નિકુંજ ભાઈ એ બ્રહ્માકુમારી સંસ્થા માટે જીવન સમર્પિત કરી દીધું છે. ,તેમણે છ ભાષાઓમાં ભાષાશાસ્ત્રી તરીકેની વર્ષથી દેશ પરદેશમાં જનજાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે. નિકુંજભાઈ કોર્પોરેટ જગતના લોકો , વિદ્યાર્થીઓ, રાજકારણીઓ, તમામ વર્ગના લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. રાજ યોગી નિકુંજભાઈ ને સિક્કિમ માં રાઇટર ઓફ ધ યર, વર્ડ કોંગ્રેસ ઓફીસ દ્વારા પીસ મેસેન્જર એવોર્ડ, વર્લ્ડ મેન્ટલ હેલ્થ વેલનેસ કોંગ્રેસ દ્વારા મોસ્ટ પ્રોમીનેન્ટ લીડર ઇન મેન્ટલ હેલ્થ એવોર્ડ ,થી નવાજવામાં આવ્યા છે તેમના જીવનની ફિલોસોફી છે કે આધ્યાત્મિકતા શીખવી શકાતી નથી તેનો અનુભવ કરવો જોઈએ ..રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને નિકુંજભાઈએ પત્રકારોને વૃદ્ધાશ્રમ સામેની જુમ્બેશ માં કલમની તાકાત બતાવવાના ઉત્તરદાયિત્વનો અનુરોધ કર્યો હતો.