વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુખે વારંવાર એક વાક્ય સાંભળવા મળે છે. કે સમસ્યાને અવસરમાં પલટાવી નાંખો સમસ્યા હાટી જશે અને તમે જીતી જશો. મોદીનાં જીવનમાં આ વાત ડગલેને પગલે જોવા મળે છે. સમસ્યાનું સમાધાન શોધવાને બદલે સમસ્યાને જ અવસરમાં પલટતા આવડી જાય તો અવસર હંમેશા આનંદ દાયક જ હોવાનો.
અત્યારે આપણે જે કંઇ પણ સુખ સાહેબ ભોગવીએ છીપે તેની શોધ કોઇને કોઇ સમસ્યામાંથી જ થઇ છે. વિજળીનાં બલ્બનાં શોધક થોમસ આલ્વા એડિસને કહ્યું હતું કે જીવનમાં નિષ્ફળતા એટલા માટે મળે છે કે નિષ્ફળ માણસને એ ખબર નથી હોતી કે જ્યારે તેણે પ્રયાસો બંધ કર્યા એ સફળતાની કેટલી નજીક હતો. સો નિષ્ફળ પ્રયાસો પછી એક વાત તો નક્કી થઇ જ જાય છે કે એ સો રસ્તા સફળતા મેળવવા માટે બંધ થઇ ગયા છે. હવે એ સો સિવાયનાં રસ્તાઓ ઉપર જ ચાલવાનું છે. આમ નિષ્ફળતા જેટલી વધુ મળે એટલા રસ્તા ઓછા થતા જાય. મતલબ હવે બાકી રહ્યા એ રસ્તા સિમિત જ રહ્યા છે. એમાંથી એક રસ્તો તો એવો છે જ જે સફળતા સુધી જાય છે. જરુર છે નિષ્ફળતાઓ પછી ત્યાં સુધી પહોંચવાનું ધૈર્ય રાખવાની.
નિષ્ફળતાઓ મળતા લોકો પ્રયત્નોને અધ-વચ્ચે છોડી દેતા હોય છે. આથી કરેલા પ્રયત્નો એળે ગયા છે તેવુ લાગવાથી વ્યક્તિમાં નિરાશા આવે છે. અમેરિકાનાં તત્કાલીન પ્રેસીડેન્ટ અબ્રાહ્મ લિંકને પોતાનાં એક વ્યક્તવ્યમાં કહેલું કે ” મને જો એક વૃક્ષ કાપવા માટે છ કલાક આપવામાં આવે તો પહેલી ચાર કલાક હું કુહાડીની ધાર કાઢવા માટે ફાળવીશ. ત્યારબાદની બાકી બચેલી બે કલાકમાં હું એ વૃક્ષ ઓછી મહેનતે કાપી શકીશ. સમસ્યા જે પ્રકારની અને જે સ્તરની હોય તેના ઉકેલ માટે એ સ્તરની તૈયારી કરવી પડતી હોય છે. માત્ર હાથમાં કૂહાડી હોવાથી છ કલાકમાં એ વૃક્ષ ન જ કાપી શકાય જો કુહાડીની ધાર જ બુઠ્ઠી હોય.
ઉપસ્થિત થયેલી સમસ્યા તમારા પોતા થકી ઉદ્ભવેલી હોય અથવા આકસ્મિક હોય. સમસ્યા થકી સર્જાયેલી પરિસ્થિતી વ્યક્તિનાં હાથમાં ન હોય-તેના કાબૂમાં ન હોય પરંતુ વ્યક્તિની પોતાની જાતને કાબૂમાં રાખવી તો એના હાથમાં જ હોય છે.
દુનિયામાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જેણે જીંદગી ભર કોઇ પણ એક સમસ્યાનો સામનોની કર્યો હોય. કોઇપણ સમસ્યા ક્યારેય સાશ્ર્વત નથી હોતી. તેમજ કોઇપણ સમસ્યા એવી પણ નથી હોતી કે જેનો કોઇ હલનાં હોય. વ્યક્તિ આ મર્મભેદ સમજી જાય અને અર્થપૂર્ણ રીતે તેને જીવનમાં ઉતારે તો સમસ્યા સામે ઝઝૂમવાની તાકાત તેનામાં અંદરથી જ ઉજાગર થઇ આવે છે.
બીજી એક ખાસ વાત. કોઇ પણ સમસ્યાનું સમાધાન સમય હોય છે એ પણ નહી વાસ્તવિકતા છે. સમય અને સમસ્યાએ સાપેક્ષ બાબત છે. જેમ કે તમે વિદેશની મુસાફરી કરીને ભારતનાં કોઇ એક એરપોર્ટ ઉપર ઉતરો છો. કસ્ટમનાં ચેકીંગ દરમિયાન એવી કોઇ ચીજ-વસ્તુ કે જે ડ્યુટી ભરવાને લાયક હોય જે તમારી જાણ બહાર છે. એ ચીજ-વસ્તુનાં સંદર્ભે કસ્ટમ અધિકારી તમારી પૂછપરછ અને ચકાસણી કરવાનું શરુ કરે ત્યારે એ સમયે તમને એ સ્થિતિ એક સમસ્યા લાગે છે. આ સ્થિતિને તમે હવે મીઠી આવનારા દુ:ખ પરિણામેનાં વિચારોથી ગભરાટ અનુભવો છો. પરસેવે રેબઝેબ થઇ જાય છે. ઓફિસર તમને એક ખાસ ઓરડામાં આરામથી બેસવાનું કહે છે.
એ કમરામાં તમે શાંતિ ચિત્તે બે કલાક બેસો છો અને આવી પડેલી સમસ્યા અંગે વિચારતા રહો છો. એ અરસામાં ઓફિસરને તમારી અજ્ઞાનતાથી થયેલી ભૂલનો અહેસાસ થવાથી કે પછી તમારી પાસેથી પકડાયેલી ચીજ વસ્તુ તમે ડ્યૂટી ચોરી કરવાના ઇરાદાથી જ છૂપાવી હતી એવું નિષ્કર્ષ એ નહીં કાઢી શકવાથી બહુ જ મામૂલી રકમ ભરવાથી તમને ઇજ્જતભેર છોડી દ્યે છે. ત્યારે એક જ ક્ષણમાં તમે જે હાશકારો અનુભવો છો તે સમસ્યાનું નિરાકરણ આવવાથી નહીં પણ જે સમયે તમને રોકવામાં આવ્યા હતા તે ક્ષણમાં તમે જે હાશકારો અનુભવો છો તે સમસ્યાનું નિરાકરણ આવવાથી નહીં પણ જે સમયે તમને રોકવામાં આવ્યા હતા તે ક્ષણમાં તમે જે હાશકારો અનુભવો છો તે સમસ્યાનું નિરાકરણ આવવાથી નહીં પણ જે સમયે તમને રોકવામાં આવ્યા હતા તે ક્ષણ બે કલાક પહેલા જતી રહી, તે સમય જતો રહ્યો તે હાશકારાનું કારણ બને છે.
સમસ્યા ઉદ્ભવી એ ક્ષણ અને નિરાકરણ આવ્યુ એ ક્ષણની વચ્ચેનો સમય સાપેક્ષ રીતે સમસ્યાનું સમાધાન જ છે. તાત્પર્ય એ છે કે જે સમસ્યા સર્જાણી છે તે નાશવંત છે. આજે નહીં તો કાલે તે સમસ્યા દૂર થવાની જ છે. સવાલ માત્ર સમયનો છે. આમ જો કોઇપણ સમસ્યાનું નિરાકરણ કોઇપણ રીતે આવવાનું નક્કી જ છે તો પછી અણધારી આવી પડેલી સમસ્યાને સમયની સાપેક્ષ ભૂલવતા શિખીયે તો ઉદ્ભવેલી સમસ્યાને કારણે આવતુ ટેન્શન લેવાની જરુર નથી. કેમ કે આફ્ટર ઓલ એ સમસ્યા દૂર થવા માટે જ સર્જાણી છે. સવાલ માત્ર સમયનો છે કૈ એ ક્યાં સમયે દૂર થશે.