માનવીય નિર્માણમાં બંને વર્ષ એક સરખા તો નીવડશે, પણ શું માનવીયતા, મોંઘવારી દર, અને ‘મૂલ્યો’ પણ આ વર્ષના ‘તારીખીયા’માં રીપીટ થશે?
સમય વિશે આપણે સૌ એ સાંભળ્યુ છે. કે સમય પરિવર્તનશીલ છે. એ વાત આમ તો પયાર્થ છે. પરંતુ આજે આપણને ‘સમય’નું પુનરાવર્તન થયેલુ છે તે પણ જાણવા જોવા મળશે છે ને નવાઇની વાત? જી હાં ૫૦ વર્ષ પહેલાનું એટલે કે વર્ષ ૧૯૭૧નું કેલેન્ડર હતું એ જ આબેહૂબ વર્ષ ૨૦૨૧નું કેલેન્ડર છે.
અજીબ છે કુદરતે બનાવેલી આ દુનિયા કે જેમાં એક જ સરખા ચહેરાઓ ધરાવતા કુલ સાત લોકો છે. સાંભળીને કદાચ માન્યામાં ન આવે પણ આ વાત ખરેખર સાચી છે. ઠીક તેવી જ રીતે ચહેરાઓ ધરાવતા કુલ સાત લોકો છે. સાંભળીને કદાચ માન્યામાં ન આવે પણ આ વાત ખરેખર સાચી છે. ઠીક તેવી જ રીતે ૫૦ વર્ષ પૂર્વે ૧૯૭૧નું કેલેન્ડર પણ રિપીટ થયુ છે. એટલે કે આ વર્ષે ૨૦૨૧માં પણ એ જ તારીખ અને એ જ મુજબના વાર રીપીટ થયા છે.
સમયચક્ર વિશે જે કહેવામાં આવ્યુ છે કે, પુથ્વીગોળ છે. ખરેખરએ વાત સાચી છે, અહીં બધું જ રિપીટ થાય છે. આ વાતના બે ઉદાહરણો આપણે જોયા એ સિવાય રહેણી કરણીમાં પણ આપણે દરેકે કયારેક ને કયારેક જરૂર અનુભવ્યુ જ હશે કે ફેશન, ફર્નીચરથી માંડીને દરેક ચીજ-વસ્તુઓનું પણ સમયાંતરે પુનરાવર્તન થાય જ છે. બસ આના માટે જરૂર હોય છે. બારીકાઇથી માત્ર તેને અનુભવવાની અને નજર દોડાવવાની પણ અહીં સવાલ એ થાય કે વર્ષ ૧૯૭૧ના એ કેલેન્ડરમાં લોકોનું જે જીવન ધોરણ હતું શું આજે પણ આ વર્ષમાં પણ તે રિપીટ થશે? કદાચ ના..
વિજ્ઞાન અને ટેલકનોલોજીની દ્રષ્ટિએ ૧૯૭૧ની તુલનાએ આપણે જરૂર પ્રગતિ કરી છે. બે મત નથી, માનવ સર્જીત ‘કેલેન્ડર’ મુજબ તો બન્ને વર્ષ એક સરખા છે પરંતુ માનવીયતા મોંઘવારી દર અને ‘મૂલ્યો’ આ વર્ષના તારીખીયામાં રીપીટ થશે? જો આ સવાલ એક બાળકને પૂછવામાં આવે તો એ પણ આનો જવાબ જરૂર આપી દે કે અસંભવ…