સમયને અનુરૂપ શિક્ષણ આપતી અને શિક્ષણની નવી જ વ્યવસ્થાની સુસજજ આધુનિક શિક્ષણ પ્રણાલી યુકત શાળા, માતૃ-વાત્સલ્યથી ભરેલ અનુભવી ટ્રેઈન શિક્ષિકા બહેનો, ઉત્સાહી, ખંતથી વર્ષોના અનુભવી ભાઈચારાની પ્રેરણા આપતા શિક્ષક ભાઈઓ, હવા ઉજાસવાળા વિશાલ આધુનિક કલાસરૂમ, આધુનિક કમ્પ્યુટર લેબ તથા વિજ્ઞાનના પ્રયોગ માટે પ્રયોગશાળા, ખેલકૂદ માટે વિશાળ મેદાન અને ઈન્ડોર રમતો, બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતને જાગૃત કરતી વિવિધ સ્પર્ધાઓ, શારીરિક અને માનસિક વિકાસ માટે યોગાસનની તાલીમ, બાળકોને નવું નવું જાણવા અને જીજ્ઞાસાવૃતિને સંતોષવા માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન, ચિત્ર, સંગીત, નૃત્યના વિશેષ વર્ગોની સગવડતા, વેલ કવોલિફિકેશન ધરાવતા કર્મયોગને વરેલા અને રાષ્ટ્ર રંગે રંગાયેલા દંપતી દ્વારા શાળા સંચાલન, પ્લે હાઉસ, એલકેજી, એચકેજી તથા ધો.૧ થી ૧૨ સુધીની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની કુમાર અને ક્ધયા માટેની શાળા, શાળા છેલ્લા ૧૦ વર્ષ એસએસસી તેમજ એચએસસી પરીણામ ૯૫ ટકાથી ૧૦૦ ટકા જાળવતી મવડી પ્લોટ વિસ્તારની અગ્રીમ શૈક્ષણિક સંસ્થા, આટલી આટલી વિશેષતા છતાં મધ્યમ વર્ગને પોષાય એવી સરકારે નિર્ધારિત કરેલ શિક્ષણ ફી કરતા પણ ઓછી ફી.

અત્રેના મવડી પ્લોટ વિસ્તારમાં છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત શૈક્ષણિક સંસ્થા કર્મયોગી સ્કૂલ અને વંદેમાતરમ સ્કૂલ તેની કાર્યપ્રણાલીના કારણે લોકોના દિલમાં વસી છે અનેક વિશેષતા ધરાવતી આ શાળા નામ પ્રમાણે ગુણ ધરાવે છે. કર્મયોગીએ કર્મનું પ્રતિક છે. આ અહીંના સંચાલક ડો.શાંતિલાલ વીરડીયા અને શ્રીમતી ગીતાબેન વીરડીયા ખરા શબ્દોમાં કર્મન વરેલા છે. વંદેમાતરમ સ્કૂલનું નામ વાંચતા જ રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠાના દર્શન થાય છે. શાળાનું સંચાલન કરતા દંપતિને કર્તવ્ય નિષ્ઠા, ફરજ, રાષ્ટ્રભાવનાને ગુણો માતા-પિતા પાસેથી વારસામાં મળ્યા છે. સંચાલકો આ ગુણો શાળામાં અભ્યાસ કરતા બાળકોને આપી રહ્યા છે.

સંચાલક માને છે કે સંસ્કાર યુકત સંતાનો આપની સાચી સંપતી છે અને તેથી શિક્ષણની સાથોસાથ સંસ્કાર આપી જીવનલક્ષી મૂલ્યોનું ઘડતર કરતી આ સંસ્થા આધુનિક શિક્ષણ પ્રણાલીથી યુકત છે. શાળાના શિક્ષકા બહેનો, માતૃમૂલ્ય, વાત્સલ્યથી ભરેલા છે. કાર્યરત શિક્ષક ભાઈ-બહેનો ઉત્સાહી, ટ્રેઈન્ડ, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા બાળપ્રેમી છે. જેની અસર કુમળા બાળકોના મન ઉપર થાય છે અને તેથી જ બાળકોમાં સર્વાંગી વિકાસ માટેના દ્વાર ખુલ્લા થાય છે.

શાળાનું વિશાળ હવા ઉજાસવાળું આધુનિક બિલ્ડીંગ છે બધા વર્ગો સીસીટીવી કેમેરાથી સજજ છે. વિશાલ વર્ગખંડોને કારણે પવિત્ર વાતાવરણ ઉભું થાય છે. આધુનિક કમ્પ્યુટર લેબ તથા વિજ્ઞાનના પ્રયોગ માટે આધુનિક સાધનોથી સજજ પ્રયોગશાળા છે તો ખેલકૂદ માટે વિશાલ મેદાન છે.

બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતને જાગૃત કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. બાળકોની જીજ્ઞાસાવૃતિને સંતોષવા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે અને સંસ્કૃતિક કાર્યક્રમો તથા પ્રવાસ પર્યટનનું આયોજન કરવામાં આવે છે.

સંચાલક વીરડિયા દંપતિ સરકારી શાળામાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને તેનો લાભ બાળકોને મળે છે. પતિ-પત્ની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાથી આધુનિક શિક્ષણ પઘ્ધતિથી પુરા વાકેફ રહે છે અને તેનો લાભ બાળકોને આપે છે. શાળામાં પ્લે હાઉસથી ધો.૮ સુધી અંગ્રેજી માધ્યમની શાળા તથા બાલમંદિરથી ધો.૧ થી ૧૨ ગુજરાતી માધ્યમની શાળામાં ૧૫૦૦ ઉપરાંત કુમાર-ક્ધયા શિક્ષણ મેળવી રહ્યા છે.

અહીં બાળકોને ઘર જેવું વાતાવરણ પુરુ પાડવા માટે શિક્ષક ભાઈ-બહેનો તનતોડ મહેનત કરી શાળાને ગૌરવ અપાવી રહ્યા છે. મધ્યમ વર્ગમાંથી આવતા બાળકોના વાલીઓ સંચાલક તથા શિક્ષકોના ભરોસે બાળકોને શાળામાં મુકી જાય છે. શાળા પરીવાર વાલીઓની આશા અને અરમાન પુરા કરે છે. જે આપણે શાળા છેલ્લા દસ વર્ષથી ધો.૧૦ અને ધો.૧૨ના ૯૫ ટકાથી ૧૦૦ ટકા સુધી આવતા પરિણામ પરથી જાણી શકાય છે.

શાળાએ ઈશ્ર્વરનું ઘર છે અને તેમાં બાળકો પુજા માટે અને ફળ પ્રાપ્ત કરવામાં આવે છે એમ ડો.શાંતિલાલ વીરડીયા માને છે કે ‘બાળકોમાં રહેલા ઈશ્વરને રાજી કરવા અમારો હંમેશા પ્રયત્ન રહ્યો છે બાળકોનો તથા બાળકોના વાલીઓનો પૂર્ણ સંતોષ એજ અમારો ધ્યેય છે. બાળકોના સર્વાંગી વિકાસનેવરેલી શૈક્ષણિક સંસ્થા કર્મયોગી એજયુકેશન ઝોનની એક મુલાકાત કાયમી સંભારણું બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.