વીડિયો કોન્ફરન્સથી કેસનો ઝડપી નિકાલ અને ગંભીર ગુનાના આરોપીને કોર્ટમાં લઇ જવાનું જોખમ ટળશે
ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલા આરોપીની ટ્રાયલ દરમિયાન કોર્ટમાં લઇ જવા અને પરત જેલમાં લાવવા ઘણું મુશ્કેલ અને જોખમી હોવાની સાથે ઘણો સમય અને સંપત્તી વેડફાતી હોવાથી ગંભીર ગુનાનાના આરોપી સામેની ટ્રાયલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવવા કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. અને તમામ રાજયને કોર્ટ અને જેલને વીડિયોથી જોડવાના આદેશ કર્યા છે.
જેલ હવાલે થયેલા આરોપી સામેથી ટ્રાયલ ચલાવવામાં લાંબો સમય લાગતો હોવાથી આરોપીને કોર્ટ મુદતે લઇ જવા અને પરત જેલમાં લાવવા પાછળ પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડે છે, ખુખાર આરોપીને જેલથી કોર્ટમાં લઇ જવા પાછળ ખર્ચ ઘણો થતો હોય અને સમય પણ બગડતો હોવાથી કોર્ટમાં ચાલતી ટ્રાયલનું વીડિયો કોન્ફરન્સની મદદથી કોર્ટ કાર્યવાહી આરોપી જેલમાં રહીને સાંભળી શકે અને જોઇ શકે તેવી વ્યવસ્થા તમામ રાજયને કરવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવાયો છે.
આરોપીને કોર્ટમાં લઇ જવામાં આવે ત્યારે પોલીસ જાપ્તામાંથી આરોપીને ભાગી જવાની ઘટના, આરોપીને રસ્તામાં કેટલાક શખ્સો મુલાકાત માટે આવતા હોય છે જેના કારણે ઘણી મુશ્કેલી સર્જાતી હોય છે. આરોપીને જેલમાં જ રાખીને ટ્રાયલ ચલાવવાથી વહીવટી પ્રક્રિયા સરળ બની જશે
કોર્ટ અને જેલને વીડિયોથી જોડવા માટે વેલફેર કમિટિની રચના કરી લો ઓફિસર, કાઉન્સીલર, પ્રોબેશન ઓફિસરની નિમણુંક કરવામાં આવશે વેલફેર વીંગના અંડરમાં તમામ કોર્ટ કાર્યવાહીનું જેલમાં જ લાઇવ પસારણ કરી આરોપીને તેના બચાવમાં શું કાર્યવાહી થઇ તેમજ કોર્ટ દ્વારા શું કાર્યવાહી થઇ જે જોઇ શકશે જેના કારણે વહીવટી કાર્યવાહી સરળ અને ઝડપી બની જશે. ઘણી વખત પોલીસ સ્ટાફ ન હોવાના કારણે આરોપીને જેલમાંથી કોર્ટ મુદતે લઇ જઇ શકતા નથી તે પ્રશ્ર્ન પણ ઉપસ્થિત નહી થયા મુદત પડવાના બદલે ટ્રાયલ આગળ ચલી શકે તેવું શકય બનતા કેસનો ઝડપી નિકાલ પણ આવી શકે તેમ હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના તમામ રાજયમાં જેલ અને કોર્ટને વીડિયોથી જોડવાના આદેશ કર્યા છે.