દેશના લોકોની મનોસ્થિતિ સમજવી અને તેની કાળજી રાખવી એ હાલના સમયમાં (ખાસ કરીને કોરોના મહામારીની અસરોમાં) ખુબ જ જરૂરી છે.

તાજેતરમાં જે બજેટ રજુ થયું અને તેમાં માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે ચોક્કસ બજેટની ફાળવણી કરવામાં આવી તે બદલ અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતી ટીમ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી

અમે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્યની કાળજીનો ઉલ્લેખ બજેટમાં થયો તે બદલ આપ સાહેબને ધન્યવાદ અર્પણ કરીએ છીએ. મનોવિજ્ઞાનના અભ્યાસુ અને વિદ્યાર્થી તરીકે અમે આપ સાહેબની સમક્ષ કેટલાક વિચારો રજુ કરવા જઈ રહ્યા છીએ. તેની અમલવારી આપ સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ થાય તો દેશમાં માનસિક રીતે લોકોજે નબળા પડી રહ્યા છે તેને સધિયારો મળી શકે.

(1)    મનોવિજ્ઞાન ભવન દ્વારા 26 માર્ચ 2020થી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને બોટાદ જિલ્લા વહીવટીતંત્ર સાથે રહીને આશરે એક લાખ લોકોનું કાઉન્સેલિંગ કર્યું જેઓ મનોવૈજ્ઞાનિક ભયથી પીડાતા હતા તેને જોઇને અનુભવાયું કે મનોવિજ્ઞાન વિષયની તાતી જરૂરિયાત છે

(2)    ગ્રામ્ય વિસ્તારોમાં જયારે વેક્સિન જાગૃતિ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો જયારે જતા ત્યારે પણ ત્યાં અંધશ્રદ્ધાઓ ખુબ જોવા મળી જેને મનોવિજ્ઞાન ભવન દુર કરવામાં ઘણા અંશે સફળ ગયું જેનો ઉલ્લેખ પણ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો

(3)    દેશભરમાં ઓનલાઈન શિક્ષણનો અન્ય વિકલ્પ શોધવો જરૂરી છે. ઇલેક્ટ્રિક ગેજેટ્સથી બાળકોમાં ધાર્યા ન હોય એવા માનસિક પરિવર્તનો આવ્યા છે અને ઘેલું લાગી રહ્યું છે. તેને આ પ્રકારના વળગણ વધતા જાય છે. આપણી ગુરુ પરંપરા માટે આ માધ્યમ ઘાતક પુરવાર થતું જાય છે.

(4)    OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તત્કાલ લગામની જરૂરત છે. હજુ વધુ સખ્ત નિયંત્રણ આવશે તો જ બાહ્ય સંસ્કૃતિના આક્રમણથી આપના તરુણો અને દેશના યુવા ધનને બચાવી શિશુ. મનોવિજ્ઞાન ભાવને તાજેતરમાં જ એક સર્વે કર્યો જેમાં 88% લોકોનું માનવું છે કે OTT પ્લેટફોર્મને કારણે બાળકો બગડે છે.

(5)    વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાનનું મહત્વ છે. વિજ્ઞાન યોગ્ય રીતે તો જ આગળ વધી શકશે કે જયારે તેનો ઉપયોગ કરનાર સામાજિક વિજ્ઞાનને જાણતો હશે. ધોરણ 9થી મનોવિજ્ઞાન વિષય દાખલ કરવો ખુબ જરૂરી છે. જો આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવું હશે તો માનસિક રીતે આપણા યુવાનોને મજબુત રાખવા મનોવિજ્ઞાન ભણાવવા ખુબ જરૂરી છે.

(6)    દેશની તમામ શાળાઓમાં ફરજીયાતપણે એક મનોવૈજ્ઞાનિક સલાહકાર મુકવો જરૂરી છે. આપ સાહેબ સુપેરે જાણો છો કે શાળાના બાળકોમાં ઈન્ટરનેટ એડીકશન, પોર્ન સાઈટ વળગણ અને ડ્રગ્સ જેવા નિષેધક ભાવો વિકસી રહ્યા છે તેના નિવારણ માટે અને સમાધાન માટે તેને મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવવા જરૂરી છે.

(7)    દેશમાં એઈમ્સની જેમ મોટા શહેરોમાં અને ખાસ વિશ્વ વિદ્યાલયોમાં  સાયકોલોજીકલ વેલનેસ સેન્ટરો ખોલવા જોઈએ. મનોવિજ્ઞાન ભવને ગુજરાત સરકાર પાસે આવું વેલનેસ સેન્ટર ખોલવાની માંગણી કરેલ છે.

(8)    મોબાઈલ રીંગટોનમાં જે કોરોના વિશેની કોલરટયુન સંભળાય છે તે સત્વરે બંધ કરવી જરૂરી છે. આ સાંભળીને લોકોનું મન મહામારી માંથી બહાર નથી આવતું

(9)    દરેક શાળા કોલેજમાં મનોવિજ્ઞાન વિષય ફરજીયાતપણે ભણે એવી વ્યવસ્થા ખાસ જરૂરી છે

(10) ભારતીય અભિગમ સમજાવવા માટે વિજ્ઞાનણી સાથે સામાજિક વિજ્ઞાનનું પ્રભુત્વ ઉભું થાય તે માટે સરકારશ્રીએ પ્રયત્ન કરવા જરૂરી છે

(11)ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કારો આપણા યુવા માનસમાં મનોરંજન સ્વરૂપે દાખલ થાય તે માટે ટી.વી. સીરીયલોમાં ભારતીય ગુરુ પરંપરાને અનુરૂપ સંસ્કૃતિક વિભાગ કાર્યવાહી કરે તે જરૂરી છે.

ઉપરોક્ત સુચનો મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ દરમિયાનના અનુભવોના આધારે કરી રહ્યા છીએ. તારીખ 26 માર્ચ 2020થી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ સાથે રહીને કોરોનાનો ભય અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ અનુભવતા આશરે એક લાખ લોકોના કાઉન્સેલિંગ અને વિવિધ સર્વે દ્વારા કરી રહ્યા છીએ. આ વિવિધ આર્ટીકલ અને સર્વે માટે એક વર્લ્ડ રેકોર્ડ પણ મનોવિજ્ઞાન ભવનને એનાયત થયો છે

ટીમ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.