ધો.૧૦નું પરીણામ જાહેર થાય તે પૂર્વે જ તરૂણીએ ગળાફાંસો ખાધો

પડધરી તાલુકાના જીલરીયા ગામની છાત્રાએ ધો.૧૦માં નાપાસ થવાની બીકે ગળાફાંસો ખાઈ લેતા તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીના જીલરીયામાં રહેતી જાગૃતિબેન જેન્તીભાઈ ખુમાણ નામની ૧૬ વર્ષની છાત્રાએ ધો.૧૦માં નાપાસ થવાની બીકે પરિણામ જાહેર થાય તે પૂર્વે જ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેણીના દાદી ધનીબેન જોઈ ગયા હતા અને બુમાબુમ કરતા બધા ભેગા થઈ જતા તરૂણીને નીચે ઉતારી સારવાર અર્થે પડધરી ખસેડવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.