ખોદાણની જમીનથી વીધા દીઠ દોઢથી બે ગણી ઘઉ-કપાસ-શાકભાજીની ઉપજ રળતા રાજકોટ તાલુકાના ધરતીપુત્રો
રાજકોટ તાલુકાના ભીચરી ગામના ખેડુત મુળુભાઈ ભગવાનજીભાઈ જળુ રાંદરડા તળાવની કાળી માટી હરખથી તેમના ટ્રેકટરમાં ભરી જાય છે. અને ઉમેરે છે કે, ‘આ માટીથી અમારી આવતા દસ વર્ષની પાધી ટળી જશે’.
‘સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૧૮’ હેઠળ રાજકોટ શહેરની ભાગોળે આવેલા બે મહત્વના જળસ્ત્રોતો લાલપરી અને રાંદરડા તળાવમાંથી માટીનું ખોદકામ કરી ખેડુતોને વિના મૂલ્યે આમાટી આપવામાં આવે છે આજુબાજુનાં ગામડાના ખેડુતો હોંશે હોંશે આ માટી તેમના ખેતરમાં નાખવા લ, જાય છે. આવા જ એક ખેડુત મુળુભાઈએ જણાવ્યું હતુ કે, છેલ્લા બે વર્ષથી અમે આ ખોદેલી માટી લઈ જઈએ છીએ. સરકાર અમને માટી ખોદી આપે. અને એ માટી અમારે અમારા ખર્ચેલઈ જવાની હોય છે. મારી પોતાની પાસે ત્રણ ટ્રેકટર છે. હુંરોજના ત્રીસથી પાંચીસ ફેરા કરી વધુમાં વધુ માટી સારી જાઉં છું.
આ માટીથી ઉપજમાં શું ફેર પડે ? એવા પ્રશ્ર્નના જવાબમાં મુળુભાઈએ હસતા હસતા કહ્યું હતુ કે, ‘મારે કુલ ૧૦૦ વિઘા જમીન છે. જેમાં આખા વર્ષ દરમ્યાન હું ઘઉં-કપાસ-મગફળી-તલ ઉપરાંત, લીલા શાકભાજી પણ વાવું છું પણ રાંદરડાની ખોદેલી માટીથી મને ઘઉંના ઉત્પાદનમાં વીઘાદીઠ ૧૫ મણનો, લીલી મગફળીમાં વીઘાદીઠ ડબલ અને શાકભાજીમાં વીઘાદીઠ સાત મણનો વધુ ઉતારો મળે. આનાથી મારી આવક તો વધે જ છે.
મુળુભાઈના ગામના જ અન્ય એક કિસાન ઈસ્માઈલભાઈ શેખે મુળુભાઈની વાતમાં સુર પુરાવતાં જણાવ્યું હતુ કે ‘અમારા ગામના જે જે ખેડુતો પાસે પોતાની માલિકીના ટ્રેકટર છે. એ બધાય અત્યારે બીજા ધંધામાં ટ્રેકટર રોકવાને બદલે માટી સારવાના કામમાં જ લાગી ગયા છે. કાચા સોના જેવી આ માટી ખોદવાનો તો અમારે કોઈ ખર્ચો કરવો પડતો નથી. માત્ર લૈ જવાનો ખર્ચ કરવાનો હોય છે. જે અમે કંઈ પણ વિચાર્યા વગર કરીએ છીએ. કેમકે, આ માટીના ફાયદા ઘણા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com