માઈક્રસોફટ ટીકટોકને ખરીદી તેનું ટીક-ટીક ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં શરૂ કરશે
વિશ્વભરમાં હાલ અનેકવિધ દેશો ચાઈનાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ભારતે પણ ચાઈનાની ૫૯ એપ્લીકેશનો પર પાબંધી મુકેલી છે તો બીજી તરફ અમેરિકાએ ટીકટોકને તાકિદ કરતા જણાવ્યું છે કે તેની ખરીદી અમેરિકાની માઈક્રોસોફટ કંપની દ્વારા કરવામાં આવે નહીંતર અમેરિકામાં પણ ટીકટોક પર પ્રતિબંધ મુકવામાં આવશે. બીજી તરફ ટીકટોક તેનું હેડ કવાર્ટર લંડનમાં સ્થાપિત કરવાનો પણ વિચાર કરી રહ્યું છે. હાલ ચાઈના નહીં પરંતુ વિશ્ર્વ આખાનો વિરોધ ચાઈનાની કંપનીઓ પર જોવા મળી રહ્યો છે. આરોપ એ પણ લગાવાયો છે કે, ચાઈનીઝ કંપનીઓ લોકોનાં ડેટાનો દુરઉપયોગ કરી રહ્યું છે અને તેના માધ્યમથી રૂપિયા કમાવવાનો પણ પેતરો અપનાવ્યો છે. હાલ માઈક્રોસોફટ ટીકટોકને ખરીદવા માટેની પેરવી કરી રહ્યું છે ત્યારે ભારતમાં ટીકટોકની ટીક-ટીક પાછલા દરવાજેથી ચાલુ થશે તેવા પણ એંધાણ મળી રહ્યા છે. બીજી તરફ ટીકટોક હાલ ૧૫૦ જેટલા દેશોમાં કાર્યરત છે અને કરોડોની સંખ્યામાં લોકો ટીકટોકનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટીકટોકને ૧૫ સપ્ટેમ્બરની સમય મર્યાદા આપી છે જેમાં કંપની સાથે જો અમેરિકાની કોઈ કંપની ટાઈઅપ નહીં કરે તો અમેરિકામાં ટીકટોક પર પાબંધી લગાડી દેશે.
ભારત પછી અમેરિકાએ પણ ચાઈનીઝ એપ ટિકટોક ઉપર બેન કરી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ ઉપર બેનના આદેશ પર ગુરુવારે સાઈન કરી હતી. તે મુજબ ૪૫ દિવસ પછી બેન લાગુ શે. ટ્રમ્પે કહ્યું કે ચાઈનીઝ એપ રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને ઈકોનોમી માટે જોખમ છે. આ સમયે ખાસ કરીને ટિકટોક પર કાર્યવાહીને લઈને આદેશ બહાર પડાયો છે. ટિકટોક ઓટોમેટિકલી યૂઝરની જાણકારી મેળવી લે છે. અમેરિકાના રાષ્ટ્રપતિનો આરોપ છે કે ટિકટોક દ્વારા ચીનની કમ્યનિસ્ટ પાર્ટીને અમેરિકાના લોકોની જિદગીમાં ડોકિયું કરવાની તક મળી જાય છે. તેનાી તે અમેરિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સના લોકેશનને ટ્ર્ક કરી શકે છે. બિઝનેસ સો જોડાયેલી જાસૂસી કરી શકે છે. પર્સનલ માહિતીના આધારે બ્લેકમેઈલ પણ કરી શકે છે. અમેરિકા પહેલા ભારત પણ ચાઈનીઝ એપ બેન કરી ચૂક્યું છે. જો માઈક્રોસોફટ ચાઈનીઝ એપ્લીકેશન ટીકટોકને ખરીદશે તો ટીકટોકની ટીક-ટીક ભારતની સાથો સાથ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ જોવા મળશે.