કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સની યાદીમાં ટિક ટોક અને યુસી બ્રાઉઝર પણ સામેલ છે. સરકારે આદેશમાં કહ્યું કે અમે એ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો છે.

આઇટી એક્ટના રૂલ 69એ અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલગ અલગ ખતરાને ધ્યાનમાં રાખીને  59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ નિર્ણય અંગે શેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેરગેસ માલુ એ જણાવ્યું કે, પ્રાઈવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આવકાર્ય પગલું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.