કેન્દ્ર સરકારે ટીકટોક પાસેથી ૨૪ પ્રશ્નોનાં માંગ્યા જવાબ
પ્રખ્યાત ચાઈનીઝ વિડીયો એપ ટીકટોકનાં આશરે ૨૦ કરોડ લોકો ભારતમાં તેનો ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા ટીકટોક એપ્લીકેશનને ૨૪ પ્રશ્નોનાં જવાબ આપવા માટે તાકિદ કરી છે કે તેમનો કંટૈંટ બાળકો પર શું કોઈ નકારાત્મક અસર તો નથી પડતી, કે પછી એન્ટી નેશનલ કંટૈંટનો ઉપયોગ ટીકટોક તો નથી કરતું ને ? આ પ્રકારનાં ૨૪ પ્રશ્નોનો કેન્દ્ર સરકારે ચાઈનીઝ વિડીયો એપ ટીકટોકને પુછેલા છે. કેન્દ્ર સરકારે સાથોસાથ એ વિશેની પણ વિગતો માંગી છે કે જેમાં જે રીતે ટીકટોક ભારતમાં પ્રસ્થાપિત થઈ રહ્યું છે તે જોતાં એપ્લીકેશનનો સમગ્ર ડેટા શું સ્થાનિક જગ્યા એટલે કે ભારતમાં સ્ટોર થાય છે કે કેમ ?
સરકારે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટીકટોક એપ્લીકેશનને અનેકવિધ પ્રકારે પ્રશ્નો પણ પુછવામાં આવ્યા છે. જેમાં તેઓએ સ્પષ્ટપણે પુછતાં જણાવ્યું છે કે, શું ટીકટોક એપ્લીકેશન બાળકો માટે એડીકટીવ છે કે કેમ ? આ વર્ષમાં બીજી વખત તેવું બન્યું છે કે, સોશિયલ મિડીયાની એપ ટીકટોક સરકારની રડારમાં આવી હોય. હાલ ટીકટોક અને હેલો એપ્લીકેશન એન્ટી નેશનલ એકટીવીટી માટેનું કેન્દ્ર બની ગયું છે જે અંગે મિનીસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ આઈટીએ આ અંગેનાં પ્રશ્નો કંપની સમક્ષ મુકયા છે. આર.એસ.એસ. સાથે સંલગ્ન સ્વદેશી જાગરણ મંચ દ્વારા લેખિત ફરિયાદ મિનીસ્ટ્રી અને પ્રાઈમ મીનીસ્ટરને આપવામાં આવી છે જેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ચાઈનીઝ કંપની એન્ટી નેશનલ ક્ધટેન્ટ અને ઈ-લીગલ એકટીવીટીને વધુ પ્રાધાન્ય આપી રહ્યું છે.
સરકારે ટીકટોક અને હેલોને પુછતાં જણાવ્યું હતું કે, ભારતમાંથી કયાં પ્રકારનાં ડેટાને એકઠા કરવામાં આવે છે અને તેને કઈ જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. તેમનાં દ્વારા માહિતી આપતાં જાણવા મળ્યું હતું કે, ટીકટોક અને હેલો તેમનાં સમગ્ર ડેટા યુ.એસ. અને સિંગાપોરમાં સ્ટોર કરે છે કે નહીં કે ચાઈનામાં. હાલ ટીકટોક અને હેલોએ ભારતદેશમાં રહેતા નાગરિકો દ્વારા જે એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કંપનીની નૈતિક ફરજ બને છે કે તે તેમનાં ડેટા સ્ટોરની વિગત સરકારને આપે અને જો તે તેનાં દેશમાં સ્ટોર ના કરી શકતું હોય અને બીજે કયાંય કરવા ઈચ્છતું હોય તો તે પહેલા તેઓએ સરકારની પૂર્વ મંજુરી લેવી પડતી હોય છે જે કરવામાં ટીકટોક અને હેલો કંપની ઉણી ઉતરી છે. સરકારે જે ૨૪ પ્રશ્નોનાં જવાબ મંગાવ્યા છે તેની છેલ્લી તારીખ ૨૨ રાખવામાં આવી છે. ટીકટોકનાં અધિકૃત સુત્રનાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા જે પ્રશ્નોની યાદી જે આપવામાં આવી છે તેને તૈયાર કરી નજીકનાં દિવસોમાં જ સરકારને સુપ્રત કરી દેવામાં આવશે.