૩૦૪ આવાસ યોજનાના કવાર્ટરમાં ૨૫૦૦ પરિવાર પર પોલીસની બાજ નજર
રાજીવનગર આવાસ યોજનાના કવાર્ટર ખાતે ૪૦ પોલીસ ચાર ફિકસ પોઇન્ટ પર રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે
શહેરના કીટીપરા વિસ્તારની મહિલા બુટલેગરને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા બાદ મહિલા બુટલેગર અનેક વ્યક્તિના સક્રમિત હોવાથી કોરોના બેકાબુ બને તેમ હોવાથી કીટીપરા વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મહિલા બુટલેગર હસુબેન રાઠોડ રૂ.૨૮૦૦ના દેશી દારૂ સાથે ઝડપાયા બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ અને આરોગ્ય વિભાગમાં દોડદામ મચી ગઇ છે. પીએસઆઇ સહિતના સ્ટાફને કોરન્ટાઇન કરાયા બાદ કીટીપરાને ક્ધટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા બાદ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ કીટીપરા વિસ્તારની જાત મુલાકાત લીધી હતી.
કીટીપરા ખાતેના રાજીવ આવાસ યોજનાના ૩૦૪ કવાર્ટરમાં રહેતા ૨૫૦૦ લોકો પર પોલીસની બાજ નજર રહે તે માટે ૪૦ પોલીસ જવાનોને ચાર ફિકસ પોઇન્ટ બનાવી રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજીવ આવાસ યોજનાના કવાર્ટરના રહીશો વધુ વ્યક્તિઓના સંપર્કમાં આવે અને કોરોના વાયરસ બેકાબુ બને તેવી દહેશત હોવાથી પોલીસને જરૂર પડશે તો ડ્રોન કેમેરા અને ધાબા પોઇન્ટ પરથી પોલીસ સ્ટાફ તમામ હીલચાલ પર બાજ નજર રાખશે.
ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પ્રમોદ દિયોરા અને પી.આઇ. વી.એસ.વણઝારા સહિતના સ્ટાફે કીરીપરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી જાત માહિતી મેળવી હતી. તંત્ર દ્વારા કિટીપરા વિસ્તારમાં પતરા લગાવવામાં આવ્યા છે.