લોકડાઉન પાર્ટ ૩ નું ચુસ્ત પણે પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કમર કસવામાં આવી હોય આજે જિલ્લા પોલીસ વડાએ ગોંડલ શહેરમાં ફ્લેગ માર્ચ યોજી પ્રજાજોગ સંદેશો આપ્યો હતો કે લોકોએ સાંજના સાત થી સવારના સાત સુધી ફરજિયાત ઘરમાં જ રહેવાનું રહેશે મોર્નિંગ વોક, ઇવીનિંગ વોક માટે ઘરની બહાર નીકળવું નહીં, ચોરે ને ચોકે પાટિયા પરિષદ ભરવી નહિ, ૬૫ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નીચેના બાળકોએ ઘરમાં રહેવાનું ખાસ પાલન કરવું, મેડિકલ ઈમરજન્સી હોય તો જ બહાર નીકળવું અન્યથા પોલીસ દ્વારા કડક માં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કારખાના કે ફેક્ટરીઓમાં કામ કરતા લોકોએ સાંજે સાત પહેલાં જ ઘરે પહોંચી જવાય તે રીતે આયોજન કરવાનું રહેશે, ગોંડલમાં ૯૦ ટકા લોકો જાહેરનામા નું પાલન કરી રહ્યા છે પરંતુ પાલન ન કરી રહેલા બાકીના ૧૦ ટકા ને પોલીસ પાલન કરતા શીખવી આપશે તેવું અંતમાં જણાવ્યું હતું.
રાજ્ય સરકારના જાહેરનામા મુજબ કોઈ ફેરફાર નહિં કરાય
રાજ્ય સરકાર દ્વારા લોક ડાઉનલોડ ત્રણ ને લઇ નગરપાલિકા લેવાનું વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય પરંતુ ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ એ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પ્રાંત કચેરી ખાતે જે મિટિંગ મળી હતી અને જે નિર્ણયો લેવાયા હતા તે મુજબ ગોંડલ શહેર પંથકમાં વર્તવાનું રહેશે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની કોઈપણ ધંધા-રોજગાર ખોલી શકાશે નહીં અને શાકભાજી અને ફ્રુટના વેચાણ માટે સંગ્રામસિંહજી હાઇસ્કુલ તેમજ વછેરાના વાડા ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવ્યું છે ત્યાંજ લારીવાળાઓએ વેચાણ કરવાનું રહેશે અન્યથા તેઓના વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.