યુદ્ધનું નામ સંભાળતા જ આપણા મગજમાં ભારત પાકિસ્તાન , અમેરિકા ચીનનું યુદ્ધ થશે એવો જ વિચાર આવે.પણ દિવાળીની રાત્રે કઈક અલગ જ યુદ્ધ થવાનું છે.એમાં કોઈ દેશ વચ્ચે યુદ્ધ નથી થવાનું,
સાવરકુંડલામાં દિવાળી પર ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. દિવાળીની રાત્રીએ સામસામે યુવાનો એકબીજા પર ઈંગોરિયા ફેંકે છે અને તહેવારનો આનંદ માણે છે. ઇંગોરિયા એક છોડ છે અને તેના પર ચીકુ જેવા ફળ ઉગે છે. આ ફળને સુકવીને તેમાં દારૂખાનું ભરવામાં આવે છે અને તૈયાર થાય છે યુદ્ધ માટેનો સામાન. બહારગામ વસતા સ્થાનિકો પણ દિવાળીની આગલી રાત્રે સાવરકુંડલા આવીને આ યુદ્ધની મજા માણે છે.
જો કે હવે આ યુદ્ધમાં લડવા માટે ઈંગોરિયાના સ્થાને દરજીના દોરાની જે કોકડી હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોકડીને માટીથી પેક કરી તેમાં વચ્ચે દારૂખાનું ભરવામાં આવે છે અને તેને એકબીજા પર ફેંકવામાં આવે છે. દિવાળી રાત્રીએ આખી રાત આ યુદ્ધ ચાલે છે.
અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રીએ એક અનોખું યુદ્ધ ખેલાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે યુદ્ધ? દિવાળી તો હર્ષ અને ઉલ્લાસનો તહેવાર છે, એવામાં યુદ્ધ સાંભળીને તમને નવાઈ ચોક્કસથી લાગી હશે.