સુભાષ ઘાઈએ ટાઈગર જન્મતાવેંત પપ્પા જેકીને કરારબધ્ધ કરી લીધા હતા
શું તમે જાણો છો ? બોલીવુડ હાર્ટ થ્રોબ ટાઈગર શ્રોફ તો જન્મતાવેંત સ્ટાર બની ગયેલો. નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈએ પપ્પા જેકી શ્રોફને સાઈનિંગ એમાઉન્ટ પેટે ‘સવા રૂપિયો’ (અસલમાં માત્ર એક રૂપિયો) આપીને ટાઈગરને સાઈન કરી લીધો હતો. જો કે ટાઈગર શ્રોફની શરૂઆત નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘હીરોપંતી’થી થઈ.અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ટાઈગરના પપ્પા જેકી શ્રોફને બોલીવુડમાં બ્રેક સુભાષ ઘાઈએ આપ્યો હતો. ફિલ્મનું નામ હતું ‘હીરો’ અહીંથી હિન્દી સિનેમામાં વધેલી દાઢી સાથે રફ-ટફ હીરોનો સિલસિલો શરૂ થયો હતો.જેકી શ્રોફના ‘ગોડફાધર’ સુભાષ ઘાઈએ જ જેકીના લગ્નમાં આયેશા (ટાઈગરના મમ્મી)નું ક્ધયાદાન કર્યું હતું. રાજ કપૂર પછી શો મેનનું બિરુદ સુભાષ ઘાઈને મળ્યું છે. કેમ કે-સુભાષજીની ફિલ્મોનું હંમેશા ગ્રાન્ડ લોન્ચિંગ થતું તેમની ફિલ્મોમાં હીરો-હીરોઈન પણ મોટા ગજાના રહેતા. સંગીત સુપર હીટ થતું. તેમણે કર્ઝ, કાલીચરણ, વિશ્ર્વનાથ, વિધાતા, હીરો, કર્મા, રામ લખન, પરદેશ જેવી સુપરહીટ ફિલ્મો આપી છે. અત્યારે તેઓ ‘વ્હીસલ વૂડ’ નામની એક્ટિંગ કોલેજ ચલાવે છે.તેમણે ઘણી હીરોઈનો બોલીવૂડને આપી છે. વળી તેમની હીરોઈનોના નામ ‘મ’ અક્ષરથી શરૂ થતા. મિનાક્ષી, માધુરી, મનિષા, મહિમા, મિષ્ટી વગેરે તેમની ફિલ્મ પ્રોડકશન કંપનીનું નામ પણ ‘મ’ અક્ષર (મુકતા)થી શરૂ થાય છે. ફરી વાત કરીએ ટાઈગર શ્રોફની તો તેની આગામી ફિલ્મનું નામ છે. જેમાં તેની ફ્રેન્ડ-કમ-મોડેલ-કમ એકટ્રેસ દિશા પટની હીરોઈન છે. આગામી એક ફિલ્મમાં તો ટાઈગર શ્રોફ જેનો ફેન છે તે ઋતિક રોશન સાથે રૂપેરી પડદે જોવા મળશે. ટાઈગર તે ઋતિકના ડાન્સ મૂવ્સ પર આફરીન છે. બન્નેને સાથે ડાન્સ કરતા જોવાનો લહાવો દર્શકોને મળશે. કરન જોહરની મૂવી સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં પણ ટાઈગર અહેમ કિરદાર નિભાવે છે.