સોના, હીરા, માણેક જડીત ટિફિનમાં દરરોજ લંચ કરતા બે ચોરને પોલીસે મુંબઇની લકઝરી હોટેલમાંથી ઝડપી લીધા
હૈદરાબાદમાં નીઝામના મ્યુઝિયમમાં થયેલી ફિલ્મી સ્ટાઇલની સનસનીખે જ લુંટફાટનો પર્દાફાશ થયો છે. મ્યુઝિયમમાંથી ચોરાયેલા સોનાના ટીફીનમાં ચોર નિયમીત લંચ કરતો હતો. ર સપ્ટેમ્બરે નિઝામ મ્યુઝિયમમાં ચોરી થઇ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરી કર્યા બાદ ચોર મુંબઇ ભાગી ગયો હતો અને એશ કરી રહ્યો હતો. જે સમયે તેની ધરપકડ જઇ તે સમયે તે લકઝરી હોટલમાં રહેતો હતો જે સોનાના ટીફીનમાં ચોર ભાણુ જમતો હતો તેનું વજન ૪ કિલો હતુ અને તેની કિંમત કરોડોની છે.
તપાસ દરમિયાન જાણતા મળ્યું કે આ ચોર ર સપ્ટેમ્બર ગોલ્ડ કવાર્ટરમાં ધુસ્યા હતા અને તેમણે લોખંડની જાળીને તોડી નાખી હતી જેથી મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકાય જયારે મ્યુઝિયમના સીસીટીવી કેમેરાના કુટેજ સામે આવ્યા ત્યારે કેટલીક કડી મળી આ કડીઓ ચાર મીનાર વિસ્તારના એક વિડીયોથી મળી આ ચોરીના કેસની તપાસ પાછળ રર ટીમ કામે લાગી હતી.
સીસીટીવી કુટેજના આધારે પગેરુ મળતા બે ચોરોની મુંબઇથી ધરપકડ કરવામાં આવી તેઓ એક લકઝરી હોટલમાં છુપાયા હતા. ઉલ્લેખનીય છે કે નિઝામ મ્યુઝીયમમાં પ્રદર્શન માટે ૪પ૦ વસ્તુઓ રાખવામાં આવી છે. જેની આંતરરાષ્ટ્રીય માકેટમાં રપ૦ થી ૫૦૦ કરોડ રૂપિયા કિંમત છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ફિલ્મી સ્ટાઇલમાં માં ચોરોએ ચોરી કરી ત્યારબાદ ફરાર થઇ ગયા અને મુંબઇ પહોંચી ગયા આ બંન્ને આરોપી શાનદાર જીવનજીવી રહ્યા હતા. ધરપકડ થઇ તે દરમિયાન ૪ કિલોગ્રામ સોના અને હીરા, માણેક પન્ના જડીત આ ટીફીન નિઝામના વૈભવનું પ્રતિક છે. કરોડોની કિંમત વાળા ટિફીનનો કદાચ નિઝામી ઉપયોગ નહી કર્યો હોય પરંતુ પોલીસના સકંજામાં આવેલા ચોરોએ રોજ તેનો ઉપયોગ કર્યો