મેરા જુતા હૈ જાપાની, યે પતલૂન ઇન્ગિલીસ્તાની જેવા વર્ષો પહેલા ગીતો સાથે યે સુટ મેરા દેખો, યે બુટ મેરા દેખો, જૈસે ગોરા કોઇ લંડનકાની સાથે સાલા મે તો સાહબ બન ગયા જેવા ઘણા ગીતોમાં વસ્ત્રોની વાત સાથે કંઇક નોખા દેખાવાની વાત જોવા મળે છે. ફેશન દુનિયામાં આદીકાળથી વિદેશોમાં ‘ટાઇ’નું મહત્વ જોવા મળે છે. ટાઇ એક સ્ટેટસ સિમ્બોલ અને ડ્રેસ કોડ છે.
ટાઇ કોઇ ધાર્મિક સંસ્થાનું પ્રતિક નથી પણ તેને પહેરવા પાછળ જે તે દેશની આબોહવા (ઠંડી) થી રક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. ભારત જેવા દેશોમાં ગરમ વાતાવરણમાં ટાઇ પહેરવી હિતાવહ નથી, આપણાં દેશમાં લગ્ન જેવા શુભ પ્રસંગે અને વિવિધ કંપનીમાં કામ કરનાર કર્મચારી, સેલ્સમેન વિગેરે પહેરે છે. મોટાભાગની કંપનીમાં ફોરમલ પેન્ટ શર્ટ સાથે ટાઇ કોટ ફરજીયાત હોય છે.
વિદેશોમાં પુષ્કળ ઠંડી પડતી હોવાથી ફિટ કપડાંની સાથે ગળાના રક્ષણ માટે ટાઇ પહેરવામાં આવે છે. આપણા જેવા ગરમ દેશોમાં વિદેશી પોશાક અર્થહીન છે. ભર ઉનાળે ટાઇ પહેરીને ફરનારાઓ વિદેશી કલ્ચરનું આંધળુ અનુકરણ છે. પૃથ્વી વાસીઓએ બદલાતા ફેશન યુગમાં સમય પ્રમાણે વસ્ત્રોમાં સતત બદલાવ કર્યો છે. પોશાકની ઉત્ક્રાંતિ થયા જ કરતી હોવાથી આજે અંગ્રેજો પણ વિકટોરિયન યુગના વસ્ત્રો પહેરતા નથી. વસ્ત્રો, હેરસ્ટાઇલ, ચાલવાની સ્ટાઇલ, છટા વિગેરે તમારા મિત્ર વર્તુળમાં તમારી છાપને સારી છે તેથી જ બહાર જઇએ ત્યારે આપણે તૈયા થઇ ને જ નિકળીએ છીએ.
ટાઇ કોઇ ધાર્મિક સંસ્થાનું પ્રતિક નથી પણ, તેને પહેરવા પાછળના કારણોમાં આબોહવા ભાગ ભજવે છે: આપણાં દેશમાં શુભ પ્રસંગે સુટ સાથે ટાઇનો સંગમ કરીને લુક મસ્ત કરાય છે: વિદેશોમાં પુષ્કળ ઠંડી પડતી હોવાથી ગળાના રક્ષણ સાથે સુશોભન પણ ટાઇ આપે છે
નોક ટાઇ કે ટાઇ એ ગળાની આસપાસ સુશોભન અને લુકને ગુડ કરવા પહેરવામાં આવે છે. શર્ટનો કોલર નીચેથી રાઉન્ડ લઇને નિયત ગાંઠ વાળીને એ પહેરવામાં આવે છે. ટાઇને વ્યવસ્થિત પહેરવી, બાંધવી એ પણ એક કલા છે. ટાઇના પ્રકારોમાં એસ્કોટ, બો, બોલો, ઝિપરટાઇ, ક્રાવટ અને નીટનો સમાવેશ થાય છે. આધુનિક નેક ટાઇ એસ્કોટ અને બોટાઇમાંથી ઉતરી આવી છે. ઘણી સંસ્કૃતિમાં પુરૂષો અને યુવા વર્ગ ઓફીસ પોશાક (ફેસ કોડ) કે ઔપચારિક વસ્ત્રોના ભાગ રુપે નેક ટાઇ પહેરે છે. સ્ત્રીઓ ઓછી પહેરે છે. સ્કુલ યુનિફોર્મમાં પણ ફેસ કોડમાં ટાઇ હોય છે.
યુરોપમાં ફેલાયેલી નેકટાઇ 1618 થી 1648 દરમ્યાન ફ્રાંસમાં સેવા આપતા ક્રોએશિયનના ભાડુતી સૈનિકોએ પ્રથમ વાર પહેરી હતી. તેઓ ગળામાં નાના ગુથેલા જેવા વસ્ત્રો ગળામાં પહેરતા હતા. પેરિસ વાસીઓને આમાં ખુબ જ રસ પડયો હતો. પ્રારંભે તેને લેસ ક્રેવટ કહેતા હતા.
ફ્રેન્ચના રાજાશાહી ખાનદાનમાં 1646 આસપાસ તેને પહેરવાનું શરુ કરતાં તેના પરિવાર માટે ફેશન બની ગઇ હતી. યુરોપમાં એ વખતે આ ગળામાં પહેરવાના વસ્ત્રોની જબ્બર ફેશન નીકળી હતી. 1710 થી 1800 વચ્ચે આમાં ઘણા સુધારો આવ્યો અને આ વસ્ત્રોએ સ્ટોકસ, સોલિટર, નેક કલોથ્સ અને ક્રેવેટસ જેવા વિવિધ રૂપો લીધા હતા. સ્ટોક ટાઇ મખ મલનો એક ટુકડો ગળા ફરતી ગાંઠ વાળીને પહેરવામાં આવતો હતો. 18મી સદીમાં ઇટાલીની ફેશનના નવા વિચારો યુવા વર્ગ લાવતા ક્રાવટ, સ્ટોકસ, સ્કાર્ફ, બંદના જેવા વિવિધ રૂપો ફેશન દુનિયામાં આવ્યા હતા. આ બધા ટાઇના પ્રાચીન ચલણના પ્રકારો હતા. નેક્ટાઈ શોધ માટે ક્રોએસિયાને ફાળે શ્રેય જાય છે, આ દેશમાં દર વર્ષે સ્કાફ ડે ઉજવાય છે.
ભારતની ગરમીમાં વિદેશી પોશાક અર્થ વગરનો છે: ભરઉનાળે ટાઇ અને સુટ પહેરવા એ આંધળુ અનુકરણ છે: બદલાતા ફેશન યુગમાં આપણે આપણાંં વસ્ત્રોમાં બદલાવ લાવ્યો: વિશ્ર્વભરમાં: પોશાકમાં ઉત્ક્રાંતિ થયા જ કરતી હોવાથી અંગ્રેજો પણ આજે વિકટોરિયન યુગના કપડા પહેરતા નથી
સારી રીતે બાંધવાની કલામાં યુવાનોને બહુ જ રસ પડતો હતો. એ ગાળામાં એક શૈલી – માર્ગદર્શિકા પણ વિવિધ 14 પ્રકારના ક્રેવેટસ કઇ રીતે બાંધવું તેની સમજ બહાર પડી હતી. પ્રારંભે કાળા કલર બાદ સફેદ અને પછી કલર ફૂલ બંધન 1850 સુધી લોકપ્રિય રહી હતી. 1860 થી 1945 વચ્ચે આ સ્કાર્ફ બંધનના પછી બોટાઇ, સ્કાર્ફ નેકર ચીફ, એસ્કોટ અને લાંબી ટાઇ ચલણમાં આવી હતી.
ઔદ્યોગિક ક્રાંતિ સાથે લોકો એવા નેકવેર ઇચ્છતા કે જે પહેરવામાં સરળ હોય, આરામ દાયક હોય, આખો દિવસ ચાલે, લાંબી, પાતળી અને ગુંથવામાં (બાંધવામાં) સરળ હોય, આ ઘટના બાદ નેક ટાઇનો ઉદય થયો એક નેકવેર ટુંકુ અને બીજું લાંબુ બે છેડા એકબીજા સાથે રહે તેવું ચલણમાં આવવા લાગ્યું.
1945 થી આજ દિવસ સુધી નેક ટાઇ વિવિધ કલરોમાં સુટ સાથે મેચીંગ કે કોન્ટ્રાસમાં આવવા લાગી હતી. પ્રથમ વિશ્ર્વ યુઘ્ધ બાદ તેમાં સતત બદલાવ આવવા લાગ્યો. 1950માં તો ભડકાવ કલરની ટાઇનું ખુબ જ ચલણ હતું. બીજા વિશ્ર્વ યુઘ્ધ બાદ બોલ્ડ લુક માટે ટાઇને અતિ મહત્વ મળવા લાગ્યું હતું. 1960માં ફરી નોકટાઇના સ્વરુપોમાં બદલાવ જોવા મળ્યો હતો.1970ના દાયકામાં તેમાં વિવિધ શૈલી સાથે અને તૈયાર સીધી ગળામાં પહેરી શકાય તેવી નેકટાઇ આવવા લાગી જે સારી ચાલવા પાછળનું કારણ બાંધવાની માથાકુટ ન હતી. 1980 થી 1990 ના દાયકામાં નેકટાઇને ઘણી લોક પ્રિયતા મળી. લોકો તેના પ્રસંગો, મીટીંગો, સેમીનારમાં પહેરવા લાગ્યા. હિન્દી, અંગ્રેજી ફિલ્મોમાં પણ હિરોને પહેરતા જોવા લાગવાને કારણે લોકો વધુ આકર્ષાયાને પહેરવા લાગ્યા હતા.
નેક ટાઇ ગૂંથવામાં ચાર ગાંઠ, શેલ્બી ગાંઠ, વિન્ડસર ગાઁઠ, જેવી વિવિધ ટાઇ બંધન પ્રક્રિયા શરુ થઇ ગઇ હતી. ગાંઠમાં પણ વિવિધ પ્રકારો દુનિયામાં જોવા મળવા લાગ્યા હતા. ડ્રેસ કોડમાં ચલણ વધતા લગભગ કોમન જન સમુદાય સુધી ટાઇ પહોંચી ગઇ, સ્ત્રીઓ માટે ગણવેશ, પોલીસ દળ વિગેરેમાં પહેરવામાં આવે છે. ફેશન સ્ટેટસ તરીકે સ્ત્રી-પુરૂષ બન્ને પહેરવા લાગ્યા છે. કામના સ્થળે પહેરવાનો વિરોધ પણ કર્મચારીએ કર્યો હતો. 60 વર્ષથી ટાઇનો વ્યવસાય સંભાળતા જાુથે તેનો વપરાશ ઘટતા ર008 માં તેના યુનિટ બંધ કર્યા હતા.
ટાઇ પહેરવાથી ‘આરોગ્ય’ અને સલામતીના જોખમ !
મશીનમાં કામ કરતી વખતે ટાઇનો છેડો મશીનમાં આવી જવાને કારણે કારીગરના મૃત્યુ બાદ તેના પહેરવાથી આરોગ્ય અને સલામતી ઘણા પ્રશ્ર્નો લોકો કરવા લાગ્યા હતા. નેકટાઇ પહેરવાની ગુંચવણ, ચેપ અને રકતવાહિની સંકોચન માટે પણ જોખમ રહેલ છે. 2018માં મેડિકલ જર્નલમાં પ્રસિઘ્ધ થયેલા અહેવાલ મુજબ વિન્ડસરની ગાંઠ થોડી અગવડતા સુધી જકડાઇ જવાથી મગજનો રકત સ્ત્રાવ 705 ટકા જેટલો વિક્ષેપિત થાય છે. 2013ના બીજા તારણમાં એવું જાણવા મળ્યું કે ઇન્ટ્રા ઓકયુલર દબાણ વધતા જેના નબળા રેટીના હોય તેને તકલીફ વધુ આપે છે. ગ્લુકોમાં ધરાવતા લોકોને પણ ટાઇબંધન જોખમ વધારી શકે છે. લાઇફ સપોર્ટ તરીકે કામ કરતાં પેરામેડિકલ સ્ટાફ ઇજાગ્રસ્ત માણસની નેકટાઇ પહેલા ઢીલી કે દુર કરી નાંખે છે. 2007 માં બ્રિટીશ હોસ્પિટલોએ નેક ટાઇ પર પ્રતિબંધ મુકતા નિયમો બહાર પાડયા હતા.