ટાઈડ ગ્રાન્ટની રકમ બેઝીક કામોમાં વપરાય તો ગ્રાન્ટ વેડફાતી બચે: વિજય કોરાટ
સરકારે નાણાંપંચ ’૨૦-’૨૧ના કામો નકકી કરવા ઈશ્યુ કરેલી ગાઈડલાઈન અંતર્ગત બિન જરૂરી ખર્ચનું આયોજન અટકાવવા રાજકોટ જિલ્લા ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખની ઉચ્ચકક્ષાએ રજૂઆત
સરકારે નાણાપંચ ’૨૦-’૨૧ના કામો નક્કી કરવા ગાઈડલાઈન ઈશ્યું કરેલ છે જે અંતર્ગત રાજકોટના મોટાભાગના ગામોમાં ટાઈડ હેડની ગ્રાન્ટના કામો થઈ ગયા છે. ત્યારે આ ગ્રાન્ટ બેઝીક કામોમાં વપરાય તો ગ્રાન્ટ વેડફાતી બચાવવા અને બિનજરૂરી ખર્ચનુ આયોજન અટકાવવા રાજકોટ જિલ્લા ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખ વિજયભાઈ કોરાટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
હાલ મા જ સરકાર દ્રારા ૧૫ મા નાણાપંચ ૨૦૨૦-૨૦૨૧ ના કામો નક્કિ કરવા ની ગાઈડ-લાઇન ઇશ્યુકરેલ છે.જે બાબતે ૧૫મા નાણાપંચ ૨૦૨૦-૨૦૨૧ ના કામો નક્કિ કરવા મળવા પાત્ર અંદાજીત રકમ ના ૫૦% બેઝીક તથા ૫૦% રકમ ટાઈડ હેડે કામોનુ આયોજન કરવા અંગે ગ્રામ પંચાયતો ને સુચના મળેલ છે આ બાબતે ઘણી બધી વિસંગતતાઓ રહેલ હોઇ ગ્રામ્ય સરપંચ સંગઠન-રાજકોટના પ્રમુખશ્રી વિજયભાઈ કોરાટ દ્રારા વહિવટી તંત્રને રજુઆત કરેલ છે સાથો સાથ ઉચ્ચકક્ષા એ પણ ધ્યાન દોરેલ છે. જેમ કે,
ટાઈડ હેડે ખર્ચ કરવાની ગ્રાંટ પૈકિના કામો મોટા ભાગ ના ગામોમાં થઈ ગયેલ છે.અથવા આવા કામો પાણી પુરવઠા બોર્ડ ની ગ્રાંટ દ્રારા કરવામા આવે છે તો ગાઈડલાઈન મુજ્બ ૫૦% રકમ ફરજીયાત ટાઈડ હેડે વાપરવાની થતી હોય જેથી ન જોતા હોય તેવા કામો નુ પણ ફરજીયાત આયોજન કરવુ પડે છે જેથી રાજ્ય સરકાર ગ્રાંટ ફાળવે છે તેવા કામો અંગે કેંદ્ર સરકાર ની ગ્રાંટ વેડફાઈ તેમ છે.
કોર્પોરેશન હદ વિસ્તારની નજીક ના ઓજી વિસ્તારના મોટાભાગના ગામો તથા બિજા અન્ય ઘણા બધા ગામોમા પાણી ના તથા સેનીટેશનના કામો પુર્ણ થયેલ છે અવા મંજુર થયેલ હાલતમા પેન્ડિંગ રહેલ છે.જેથી ટાઇડ ગ્રાંટની રકમનુ આયોજન ફરજીયાત થતા બિન-જરૂરી પણે ખર્ચ કરવાનુ ફરજીયાત થાય તેમ છે.
એક મુદ્દે પ્લાસ્ટીક કચરાને ગ્રામ પંચાયત સ્ટોરેજ થી તાલુકા લેવલ ના એકમ સુધી મોકલવાની વ્યવસથા અંગે પણ જણાવેલ છે. આ બાબતે પ્રથમ તો તાલુકા લેવલે આવા એકમ ની વ્યવસથા કરવી ઘટે તેમ હોય પ્રથમ આવા સ્ટોરેજ ની વ્યવસથા થાય તો જ આવુ આયોજન કરી શકાય.
ડોર ટુ ડોર કલેકશન અંગે જે ગામો પાસે પહેલી જ વ્યવસ છે તેવા ગામોએ આ ગ્રાંટ વાપરવી મુશ્કેલ છે તથા ૧૦૦% ભુગર્ભ વાળા ઘણા ગામોમા પણ આ ગ્રાંટ વાપરવી મુશ્કેલ છે જેથી આવુ આયોજન ફરજીયાત હોય ગ્રાંટ ની રકમ વેડફાય તેવુ જણાય છે.
ગાઈડ-લાઈન નિયમોમા ઘણી બધી આવિ ક્ષતીઓ રહેલ હોય રાજકોટ જીલ્લા માથી ઘણા બધા સરપંચો ની રજુઆતો આવતા આ અંગે ગ્રામ પંચાયતમા યોગ્ય તપાસ કરાવિને ટાઈડ ગ્રાંટની રકમ બેઝીક કામો કરવા હેડ ફેર કરવામા આવે તો જ ગ્રાંટ વેડફાતી બચે અને બિન જરૂરી ખર્ચ નુ આયોજન અટકે તેમ હોય આ અંગે યોગ્ય મંજુરી મળવા રાજકોટ જિલ્લા ગ્રામ્ય સરપંચ સંગઠન પ્રમુખ વિજયભાઈ કોરાટ દ્રારા ઉચ્ચકક્ષા એ રજુઆત કરેલ હોવાનુ યાદિમા જણાવ્યું છે.