વિશ્ર્વમાં કાચિંડાની કુલ ર૦ર જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. એમાંથી મોટા ભાગની પ્રજાતિ એકલા માડાગાસ્કરમાં જ જોવા મળે છે. બાકી રહેતી ૫૯ જેટલી પ્રજાતિ સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલી છે. આમ તો ‘ઓલ્ડ વર્લ્ડ લિઝાર્ડ’ ગણાય છે. ગરોળી જેવા પ્રકારનો સજીવ
વિશ્ર્વમાં કાચિંડાની કુલ ર૦ર જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. એમાંથી મોટા ભાગની પ્રજાતિ એકલા માડાગાસ્કરમાં જ જોવા મળે છે. બાકી રહેતી ૫૯ જેટલી પ્રજાતિ સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલી છે. આમ તો ‘ઓલ્ડ વર્લ્ડ લિઝાર્ડ’ ગણાય છે. ગરોળી જેવા પ્રકારનો સજીવ
અમુક જાનવર આપણને કશું જ નુકશાન પહોચાડતા નથી છતાં આપણને તેનો ડર લાગે છે, જેમ કે ગરોળી, વંદો, દેડકા જેવા ઘણા જીવ છે તેનો ડર લાગે છે. ગરોળીની એક પ્રજાતિ એટલે ‘કાચિંડો’ જેને આપણે સૌએ જોયો છે. નાના કે મોટો પણ હોય છે. માનવ સંસ્કૃતિના વિકાસનો પાયો નખાયો એવા જાુના વિશ્ર્વનાં એશિયા, આફ્રિકા, યુરોપનાં પ્રાચીન દેશોમાં જોવા મળે છે. દુનિયામાં ચિત્ર વિચિત્ર કાચિંડોાઓ હાલ વિશ્ર્વભરમાં જોવા મળી રહ્યા છે.
કાચિંડા વિશે આપણને ઘણા પ્રશ્ર્નો થાય છે જે તકે તે રંગ શા માટે બદલે છે, તે ઝેરી છે, તે આપણને બાઇટ કેમ કરે અને તે ચોંટી કેમ જાય છે. આના વિશે ઘણી કુતુહલ ભરી વાતો છે. જે આજે આપણે જાણીશું.
સૌ પ્રથમ કાચિંડો એક શરમાળ જીવ છે. તે એક જગ્યાએ સ્થિર કલાકો સુધી બેસી રહે છે. તેની શિકાર કરવાની અનોખી સ્ટાઇલ છે. જેમાં તેની લાંબી જીભ મહત્વની કામગીરી કરે છે. વિશ્ર્વમાં તેની કુલ ૨૦૨ જેટલી પ્રજાતિઓ છે. એમાંથી મોટાભાગની પ્રજાતિ એકલા ‘માડા ગાસ્કર’દેશમાં જોવા મળે છે. બાકી રહેતી ‘ઓલ્ડ વર્લ્ડ’લિઝાર્ડ ગણાય છે. લિઝાર્ડ એટલે ગરોળી તે પ્રકારની જ પ્રજાતિ છે. વિશ્ર્વભરમાં તે નાની કે મોટી સાઇઝમાં જોવા મળે છે. કાચિંડો હજારો વર્ષમાં બદલાતા પર્યાવરણ સાથે અનુકુલન કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયો છે.
કાચિંડાના શારિરીક લક્ષણોને કારણે દેખાવે એક ડર લાગે તેવું ખંધુ જનાવર છે.. માણસો જેમ પોતાના રંગ બદલતે તેમ કાઉચંડો પણ અનુકુળતા મુજબ રંગ બદલે છે તેના ઉપરથી માણસ બીજા માણસને કહે તો હોય કે શું કાચિંડાની જેમ રંગ બદલશ તેની આંખોના ઉપર નીચે પોપચા એવી રીતે ેકબીજા સાથે જોડાયેલા હોય છે. કે જેને કારણે નાનકડા હોલ જેવું હોય જેમાં તેનો આંખનો ડોળો રહેલો હોય છે. આ પ્રકારની આંખને કારણે તે એક સાથે બે તરફની વસ્તુ જોઇ શકે છે. કાચિંડાને ૩૬૦ ડીગ્રીનું વિઝન મળે છે. તેથી તે ચારે તરફની વસ્તુ આરામી જોઇ શકે છે.
સૌથી અગત્યની બાબત તેની લાંબી જીભ છે જેને કારણે તે અતી ઝડપે શિકાર સુધી પહોંચીને પોતાનું પેટ ભરી લે છે. તેમની રંગ બદલવાની, બધી તરફ જોવાની, લાંબી જીભની મદદથી શિકાર વિગેરે અચંબા ભરી વાતોથી તે ખુબ જ ચર્ચામાં રહે છે.
કાચિંડાની બધી જ પ્રજાતિઓ રંગ બદલી શકતા નથી. વિશ્ર્વભરમાં અમુક પ્રકારની પ્રગતિઓ જ રંગ બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. આ પાછળના કારણોમાં સ્વરક્ષણ, શિકાર કે જે જમીન, ઝાડ ઉપર હોય તેવો કલર કરીને શિકારને છલ કપટથી મારવામાં કામ લે છે. જો કે કુદરતની રચના કે ભૌગોલિક વાતાવરણને અનુરૂ પ તે રંગ બદલાવ કરે સમય સંજોગો કે ગુસ્સો થયો હોય ત્યારે કાચિંડાનો રંગ ફરી જાય છે. માંદાને ઘણીવાર રંગ ફેરવે છે. રણ પ્રદેશમાં તો ખાસ તે આ કરામત અજમાવે છે. દુનિયામાં દરેક જીવ પાસે પોતાનું પર્યાવરણનું કારણને કારણે ખાસ આ આવડત હોય છે જે તેની શિકાર- સ્વરક્ષણ માટે કામ આપે છે. એ જે જગ્યાએ બેઠો હોય તેવો જ કલર બદલે છે. તેથી તે શિકારીથી બચી જાય છે.
કાચિંડા વિશે થયેલા એક સંશોધન અનુસાર તે પોતાની ભાવના અનુસાર રંગ બદલે છે. ઘણીવાર તો તેની ચમક કે આકાર પણ બદલે છે. તેના શરીરમાં ફોટોનિક ક્રિસ્ટસ નામનું એક સ્તર હોવાને કારણે તે પોતાની જાતે કલર કે રંગ પોતાનો બદલી શકે છે તે વૈજ્ઞાનિક વર્ગીકરણમાં ‘સરીસૃપ’ ની વ્યાખ્યામાં આવે છે. તેની પુંછડી લાંબી હોય છે. તે માથુ ઉંચુ કરીને દૂરનું જોઇ શકે છે. તે જમીન પર ઝડપથી દોડી શકે છે. તેની અમુક પ્રજાતિઓને લોકો હવે પોતાના ઘરમાં પણ પાળવા લાગ્યા છે.તેમના વિવિધ કલરોમાં ગુલાબી, વાદળી, નારંગી, લીલો, કાળો, ભૂરો, લાલ, પીળો કે જાંબુડીયા જેવા રંગો હોય છે. લાંબા નાકવાળા કાચિંડા માડાગાસ્કરમાં જોવા મળે છે. તો ચીનમાં પણ અમુક તેની વિચિત્ર પ્રજાતિઓ જોવા મળે છે. સામાન્ય રીતે તે નાના, જીવ-જંતુ ખાય છે. પણ મોટી પ્રજાતિના કાચિંડા પક્ષીઓ પણ ખાય જાય છે. તે જમીન, રણ, પહાડ કે જગડ પર રહે છે. તેના ચાર પંજાને પૂછડી તેને ભાગવામાં મદદરુપ થાય છે. શહેરોમાં ઓછા જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારો અમુક ચોકકસ પ્રજાતિના નાના કાચિંડા લીલા કલરના વધુ જોવા મળે છે.