એ ડિવિઝન પોલીસ મથકની તદન નજીક શોરૂમમાંથી ૧૦૮ મોબાઇલ, ગાંધીગ્રામમાં પાંચ મોબાઇલ, સરકારી હોસ્પિટલમાંથી બે મોબાઇલ, ગાયત્રીનગરમાં જવેલર્સના શો રૂમમાંથી રૂ.૧.૪૦ લાખના ચાંદીના ઘરેણા ચોરાયા અને કોઠારિયા રોડ પર રૂ.૩૫ હજારના ઇલેકટ્રીક ઉપકરણ ચોરાયા
શહેરમાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ નબળુ પડતા તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી પોલીસનું અસ્તીત્વ જ ન હોય તે રીતે ધમરોળી રહેલા તસ્કરોએ ૨૪ કલાકમાં પાંચ સ્થળને નિશાન બનાવી ‚ા.૧૮.૮૮ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા અને એ ડિવિઝન પોલીસ મથકથી તદન નજીક આવેલા કનક રોડ પર શ્યામ પ્રભુ મોબાઇલ શોપ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ‚ા.૧૭ લાખની કિંમતના ૧૦૮ મોબાઇલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ન્યુ જાગનાથ પ્લોટ શેરી નંબર ૨૩માં સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા સંજય પ્રવિણભાઇ ‚પારેલની કોર્પોરેશન ચોક પાસે ચારેક માસ પહેલાં શ‚ કરેલા મોબાઇલ શો ‚મના શટર તસ્કરોએ તોડી ડીસપ્લેમાં રાખેલા અલગ અલગ કંપનીના ‚ા.૧૭ લાખની કિંમતના ૧૦૮ મોબાઇલની તેમજ સીસીટીવીના રેકોર્ડ થતા ડીવીઆર ચોરી ગયાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. ચોરીમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.
ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી નુપુર જવેલર્સના શટર તસ્કરો ઉચકી કાચના ડોર તોડી તિજોરીમાં રાખેલા ‚ા.૧.૪૦ લાખની કિંમતના ચાંદીના ઘરેણા ચોરી ગયાની દિપકભાઇ સોનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે તપાસ કરતા સીસીટીવીના ફુટેજમાં પાંચ જેટલા તસ્કરો જોવા મળ્યા હતા.
સરકારી હોસ્પિટલમાં વોર્ડ નંબર દસમાં દાખલ થયેલા દર્દીઓના સગા-સંબંધીઓના ‚ા.૮ હજારની કિંમતના બે મોબાઇલ ચોરાયાની આંબેડકરનગરમાં રહેતા દિલીપ મંગાભાઇ સોલંકીએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ
નોંધાવી છે.
ગીતાજંલી પાર્કમાં રહેતા અને કોઠારિયા રોડ પર આવેલા બિલીપત્ર પાર્ટી પ્લોટના માલીક જંયતીભાઇ બાઘુભાઇ શિયાણીએ પાર્ટી પ્લોટમાંથી ડીવીઆર અને ટીવી મળી ‚ા.૩૫ હજારની મત્તા ચોરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ગાંધીગ્રામ વિસ્તારના જીવંતીનગરમાં રહેતા હસમુખભાઇ લાલજીભાઇ લાઠીયાના લાખના બંગલા પાસે ભવન કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનના તસ્કરોએ શટર તોડી ‚ા.૫ હજારની કિંમતના ૫ મોબાઇલ ચોરાયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.