મોટા માટે ટિકિટનો ભાવ રૂ. ર0 અને બાળકો માટે ટિકીટનો દર રૂ. 10 રખાયો
બેટ દ્વારકામાં આજથી ફેરી બોટમાં સહેલાણીઓ માટે ટિકીટ ફરજીયાત બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી બોટમાં ટિકીટ ફરજીયાત ન હતી. દરમિયાન સલામતી સહિતના કારણોને ઘ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દ્વારકાી બેટ દ્વારકા જવા પામે હાલ અનેક બોટ ચલાવવામાં આવી રહી છે. બોટમાં કેટલા લોકોને બેસાડવા તેનો કોઇ નિયમ ન હતો. આટલું જ નહી બોટ સંચાલકો દ્વારા એક પણ નિયમનું પાલન કરવામાં આવતું ન હતું. બોટમાં ક્ષમતા કરતા વધુ માત્રામાં પેસેન્જરોને ભરી દેવામાં આવતા હોવાના કારણે જીવલેણ દુર્ધટના સર્જાયાનો પણ સતત ભય રહેતો હતો આ બધી બાબતોને ઘ્યાનમાં રાખી આજથી બેટ દ્વારકામાં ફેરી બોટ સેવામાં ટિકીટ ફરજીયાત કરી દેવામાં આવી છે.
જેમાં મોટેરા માટે ટિકીટનો દર રૂ. ર0 અને બાળકો માટે ટિકીટનો દર રૂ. 10 નિયત કરવામાં આવ્યો છે. આજથી ટિકીટ ફરજીયાત કરવામાં આવી છે. સાથે સાથે હવે ચેકીંગ પણ નિયમીત પણે હાથ ધરવામાં આવશે.
અત્યાર સુધી બોટ સંચાલકો દ્વારા સીઝન અને ટ્રાફીક મુજબ આડેધડ ભાવ વસુલ કરવામાં આવતો હતો. હવે તેના પર કાબુ આવશે સાથે સાથ લોકોની સલામતીમાં પણ વધારો થશે.બેટ દ્વારકામાં ફેરી બોટમાં ફરજીયાત ટિકીટના નિર્ણયને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.