આ કિસ્સો તામિલનાડુનો છે જ્યા કબુતરોની પણ ટિકિટ લેવાય છે. વાત એમ હતી કે તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ હરુરથી એલાવડી જાતી હતી. આ દરમ્યાન ટિકિટ તપાસવા વાળા ઇન્સપેક્ટર આવ્યા તેણે બધા જ યાત્રીઓની ટિકિટ તપાસી આ ઉપરાંત તેની નજર યાત્રીની બાજુમાં બેઠેલા કબુતર પર ગઇ તેણે યાત્રીને પુછ્યુ કે આ કબુતરની ટિકિટ લીધી છે ત્યારે યાત્રીએ ના પાડી કે આ મારુ કબુતર નથી. ત્યાર બાદ તેણે કંડક્ટરને પુછ્યુ પણ તેને કઇ ખબર ન હતી. તેણે કહ્યું કે જ્યારે યાત્રી બસમાં ચડ્યો ત્યારે તેની પાસે કબુતર ન હતું.
ઇન્સપેક્ટરે જણાવ્યું કે યાત્રી જો કોઇ જનાવર કે પક્ષી બસમાં લઇને યાત્રા કરે તો તેની ટિકિટ પણ બનાવવી પડે ત્યાર બાદ ઇન્સપેક્ટરે કંડક્ટરને નોટીસ ફટકારી, જો કે વિભાગ અધિકારીના જણાવ્યા મુજબ ટિકિટ વગર ત્યારે એક્શન લઇ શકાય જ્યારે યાત્રી ૩૦ થી વધુ કબુતરો લઇ જતો હોય ત્યારે તેને એક ચોથાઇ ભાગનો હિસ્સો ભાડુ ભરવુ પડે છે.