આગામી દિવસોમાં વધુ 45 બસોમાં આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે: 95 સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, દ્વારા વર્ષ 2008માં ઓનલાઈન પેસેન્જેર રીજર્વેશન સીસ્ટમ કાર્યરત કરવામાં આવી અને વર્ષ 2013 માં વેબસાઈટ તથા વર્ષ 2019માં આઈઓએસ અને એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેના થકી ફોન બુકિંગ, બુકિંગમાં ફેરફાર, લીંક સર્વિસ, વેઈટીંગ લીસ્ટ અને ઈ- વોલેટ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ના સુત્રોના જણાવ્યાનુસાર વર્ષ 2020માં સેવા સેતુ પોર્ટલ પર મુસાફર પાસ, ઓનલાઈન ટિકિટની સુવિધા પણ કાર્યરત કરવામાં આવી છે.જેના પરિણામે વર્ષ 2021 ના દિવાળી તહેવારો દરમિયાન એક જ દિવસમાં સમગ્ર દેશના એસટીયુ માંથી ગુજરાત એસ.ટી નિગમમાં સૌથી વધુ 94,539 ટીકીટનું બુકિંગ થયું. જે ટીકીટ થકી નિગમને એક જ દિવસમાં રૂ. 1,80,17,923 ની થઇ હતી. જેમાં મોબાઇલ એપ્લીકેશન થકી એક જ દિવસમાં સૌથી વધારે 21,868 ટીકીટોનું બુકિંગ થયું હતું. વર્ષ 2021 સતત 37 દિવસ સુધી દરરોજ રૂ. 1 કરોડથી વધારે નું ઓનલાઈન બુકિંગ થયું અને આ બધું શક્ય બન્યું માત્ર ને માત્ર રાજ્ય સરકારની ડિજીટલ ક્રાંતિને પરિણામે. એસ.ટી. નિગમ દ્વારા પ્રાયોગિક ધોરણે 65 પ્રિમિયમ બસમાં સ્વાઈપ મશીન થકી પ્રવાસીઓને ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે. જેમાં પ્રવાસી પોતાના ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા કયુઆર કોડ વડે પીઓએસ મશીનથી ટિકિટ મેળવી શકશે. હાલ પ્રાયોગિક ધોરણે નિગમની 65 વોલ્વો અને એ.સી. કેટેગરીની પ્રીમિયમ બસમાં આ સુવિધા શરુ કરાઈ છે.
અગામી દિવસોમાં વધુ 45 બસોમાં સ્વાઈપ ઉપલબ્ધ કરવામાં આવશે. આવનારા સમયમાં બધી બસોમાં સ્વાઈપ કરી ટિકિટ આપવાની કામગીરી પણ ખૂબ જલદી હાથ ધરવામાં આવશે.ડિજીટલ ક્રાંતિને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આવકનો માર્ગ પણ મોકળો બન્યો છે. વર્ષ 2019-20માં આવક રૂ. 270.72 કરોડ હતી અને 31.13% સીટો નો વધારો થયો હતો ત્યારે 2020-21માં કોરોનાના કારણે વાહન વ્યવહારમાં મંદી જોવા મળી હતી અને આવકમાં ઘટાડો થયો હતો પણ જો 2021-22ની વાત કરીએ તો આવક રૂ. 280.61 કરોડ થયાની સાથે સીટોમાં 63.17%નો વધારો જોવા મળ્યો છે અને કુલ આવકમાં 70.18% ની વૃદ્ધિ જોવા મળી છે. મુસાફરને વાઈફાઈ, ઈન્ટરનેટની સગવડતા માટે રાજ્યના જુદા જુદા 95 સ્ટેશન પર ૠજઞઅગ(ૠઝઙક), ઇજગક, ૠજછઝઈ(ૠઝઙક) ઈન્ટરનેટ જોડાણની પણ વ્યવસ્થા કરવા આવી છે. આ ઉપરાંત, બસની સ્થિતિ અને લોકેશન જાણવા ૠઙજ સિસ્ટમથી સજ્જ બસો સગવડતા પૂરી પાડે છે.
આવાનારા સમયમાં નાગરિકોને વધુને વધુ સેવાઓ ડિજિટલ સ્વરૂપે મળતી થાય તે માટે રાજ્ય સરકાર સઘન પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે નાગરિકોને વધુ સરળતા પ્રાપ્ત થશે.