આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના રાજભા ઝાલાને ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અને અજીતભાઈ લોખીલની રાષ્ટ્રીય કાર્યકારીણક્ષમાં વરણી થવા બદલ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર એકમે ઉમળકા ભેર અભિનંદન પાઠવ્યા છે.
આમ આદમી પાર્ટીની હાલમાં મળેલ કાર્યકારીણી બેઠકમાં આમ આદમી પાર્ટી પ્રદેશના પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા, તથા પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા દ્વારા નવી જવાબદારીની ઘોષણા કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેરનાં અધ્યક્ષ રાજભા ઝાલાની કાર્ય કુશળતા અને નિષ્ઠાને ધ્યાનમાં લઈને રાજભા ઝાલાને સૌરાષ્ટ્ર દક્ષિણ ઝોનના પ્રદેશ સંગઠન મંત્રી અને અજીતભાઈ લોખીલને પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના બનવા બદલ અભિનંદન આપતા રાજકોટ શહેર ઉપાધ્યક્ષ તેમજ મંત્રક્ષ ઓ. પ્રભારી શહેર મહિલા પ્રમુખ તેમજ તમામ વોર્ડના પ્રભારીઓ પ્રમુખો અને તમામ કાર્યકર્તાઓ તેમજ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના તમામ છાત્રસંઘ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.તેમ શહેરના ઉપાધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયું છે.
Trending
- સોમવારે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુ, મહાદેવ થશે પ્રસન્ન
- Ola એ લોન્ચ કરી લિમિટેડ એડિશન Ola S1 Pro Sona…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ