કેજરીવાલે જવાબદારીથી બહાર ખર્ચ કરીને નાણાંકીય યોગ્યતા અને સુપ્રીમ કોર્ટના નિયમોનું કર્યું ઉલ્લંઘન સીએજી રિપોર્ટ

આમ આદમી પાર્ટી સરકારે તેના પ્રથમ વર્ષમાં દિલ્હીની બહાર પ્રચાર કરવા માટે ‚ા.૨૯ કરોડનો ખર્ચ કર્યો છે. તેમ દિલ્હી એસેમ્બલીમાં અહેવાલ આપતા કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલે (સીએજી) જણાવ્યું હતુ આમ આદમીએ કરેલો આ ખર્ચ તેની જવાબદારી કરતા અનેક ગણો વધારે છે. દિલ્હી વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી સીએજી રીપોર્ટંમાં જણાવાયું હતુ કે દિલ્હી સરકાર દ્વારા પ્રચાર માટે રૂ.૨૪ કરોડ જાહેર થયા તે નાણાંકીય યોગ્યતા અને સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન છે.

ઓડીટમાં જાણવા મળ્યું કે, સરકારનાં કામને ઝાડૂ ચિહ્ન અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામનો ઉપયોગ કરીને આપ પાર્ટીની ઉપલબ્ધીઓ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા સીએજીએ કહ્યું કે રેકોર્ડની તપાસ કરતા ઓડીટમાં જાણવા મળ્યું હતુ કે, વિજ્ઞાપનો અને પ્રચાર અભિયાનો માટે કરાયેલા ‚ા.૨૪.૨૯ કરોડનો ખર્ચ નાણાકીય યોગ્યતાના સિધ્ધાંતો અથવા સુપ્રીમ કોર્ટના નિયમોનાં અનુ‚પ નથી.

આ ઉપરાંત ૩૩.૪૦ કરોડ ‚પીયાના ખર્ચમાંથી ૮૫ ટકાથી વધુ હિસ્સો દિલ્હીની બહાર વિજ્ઞાપનોથી સંબંધીત એક વિશેષ પ્રચાર અભિયાન પર ખર્ચ કરાયો હતો જે દિલ્હી સરકારની જવાબાદારીથી બહાર છે અરવિંદ કેજરીવાલે વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટમાં વિજ્ઞાપન અને પ્રચાર માટે ૫૨૨ કરોડ ‚પીયા ફાળવ્યા હતા. જેને પછીથી બદલીને ૧૩૪ કરોડ ‚પીયાનું કરાયું હતુ તો આ છે દિલ્હીની બહાર પ્રચાર માટે રૂ.૨૯ કરોડનો ખર્ચ કરનાર ‘આમ આદમી’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.