ગ્રહણ દરમિયાન કરેલા મંત્ર,જપ પુજા-પાઠનું ફળ અનેક ગણુ મળે છે

માગશર વદ અમાસને ગુરૂવાર તારીખ ૨૬.૧૨.૨૦૧૯ના દિવસે સૂર્યગ્રહણ છે જે ભારતમા તથા આપણા ગુજરાતમાં દેખાવાનું હોવાથી ધાર્મીક દષ્ટિએ પાળવાનું  રહેશે.ગુરૂવારે ગ્રહણ સવારે ૮.૦૪ કલાકે તેમજ સવારે ૧૦.૪૯ કલાકે મોક્ષ થશે.સુર્ય ગ્રહણનો વેધ તા.૨૫.૧૨.૨૦૧૯ને બુધવારે સાંજે ૬.૧૦ કલાકે થી બેશી જશે તથા લોકો બાળકો વૃદ્ધો બીમાર વ્યકિતઓ ગર્ભવતી સ્ત્રીઓ માટે ગ્રહણનો વેધ બુધવારે રાત્રીના ૧૨ વાગ્યાથી ગણાશે.

ગ્રહણનું રાશી પ્રમાણે ફળ શુભફળ:-કર્ક, તુલા, કુંભ, મીન રાશીના લોકોને હતી. ગ્રહણ શુભફળ આપશે, જીવનમાં પ્રગતી થાય. મિશ્રફળ:- મેષ, મિથુન, સિંહ, વશ્ર્ચિક, રાશીના લોકોને જો જન્મના ગ્રહો બળવાન હશે તો સારૂ ફળ મળવાની આશા છે.

અશુભફળ:- વૃષભ, ક્ધયા, ધન, મકર, રાશીના લોકોને સુર્ય ગ્રહણ થોડુક બાધક રહેશે આથી ગ્રહો તેના નીવારણ માટે ગ્રહણ પછીના દિવસથી દરરોજ સૂર્યને સવારે અર્ધ્ય આપવુ જેથી રાહત રહે.સામાન્ય રીતે ગ્રહણનું ફળ ગ્રહણ પછી ૩ મહિનામાં મળે છે.

ગ્રહણ દરમ્યાન કરેલા મંત્ર જપ પુજા પાઠનું ફળ લાખગણું મળે છે. ગ્રહણ દરમ્યાન તપર્ણ દેવપૂજન, શ્રધ્ધા, જપ,હોમ અને ગ્રહણ પુરૂ થયા પછી દાન કરવું ઉત્તમ ગણવામાં આવે છે.

ગ્રહણ દરમ્યાન ગુરૂ મંત્રના જપ કરવા,કુળદેવીની  જપ કરવા જે લોકોને જન્મ કુંડલીમાં સુર્ય નબળો છે અથવા સુર્ય-રાહુનો ગ્રહણ યોગ છે.સુર્ય શનીનો વિષયોગ છે.આત્મબળ ઓછું છે.હાડકાની બિમારી છે તેવો એ સુર્ય ગ્રહણ દરમ્યાન સુર્યની ઉપાસના કરવી જેથી લાભ મળે.ગુરૂવારે સુર્ય ગ્રહણ રાજકોટમાં સવારે ૮.૦૪ થી ૧૦.૪૯ કલાક સુધી દેખાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.