એસજીવીપી દ્વારા કાલે અખંડ ધૂન: ગુરૂવારે મુર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ, પોી યાત્રા, શુક્રવારે મહાવિષ્ણુયાગ તા અરણી મંન સહિતના કાર્યક્રમો યોજાશે
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ગુરૂદેવ ધર્મજીવનદાસજી સ્વામી, ગુરૂવર્ય માધવપ્રિયદાસજી સ્વામી
અને રમેશભાઈ ઓઝા ખાસ ઉપસ્તિ રહેશે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ હાજરી આપશે
સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) અમદાવાદની નૂતન શાખા રીબડા ગુરુકુળ ખાતે આગામી તા.૫ થી ૯ ડિસેમ્બર દરમિયાન પ્રાર્થના મંદિર ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આવતીકાલે તા.૪ને બુધવારના રોજ અખંડ ધૂનનો પ્રારંભ થશે.
આ કાર્યક્રમની વિગતો આપવા આજરોજ ‘અબતક’ની મુલાકાતે યજ્ઞવલ્લભદાસ સ્વામી, દર્શનપ્રિયસ્વામી અને કનુ ભગત આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આગામી તા.૫ને ગુરૂવારના રોજ સવારે ૮ કલાકે મુર્તિ પ્રતિષ્ઠા યજ્ઞનો પ્રારંભ શે. સાંજે ૪ કલાકે પોીયાત્રા નિકળશે. જ્યારે મહોત્સવનું ઉદ્ઘાટન સાંજે ૫ કલાકે થશે.
તા.૬ને શુક્રવારના રોજ સવારે ૨૫ કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૭:૩૦ કલાકે અરણી મંન, સવારે ૮:૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ શે, બપોરે ૧ કલાકે મહિલા પંચ તા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.૭ને શનિવારે સવારે ૯ કલાકે શિલાન્યાસ વિધિ, સાંજે ૪ કલાકે મેડિકલ કેમ્પનું આયોજન થશે.
તેમજ સાંજે ૬ કલાકે ઠાકોરજીની નગર યાત્રા તેમજ મહારાજના સામૈયાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૮ને રવિવારે સવારે ૮ કલાકે મુર્તિ પ્રતિષ્ઠા વિધિ, સવારે ૧૧ કલાકે અન્નકૂટ દર્શન, બપોરે ૧૧ કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ તા.૯ને સોમવારે રાજોપ્ચાર પૂજન અને સાંજે ૮ કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ શે. આ સમગ્ર આયોજનમાં પૂ. રમેશભાઈ ઓઝા, ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી, શાીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી તેમજ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રકાશદાસજી મહારાજ સહિતના હાજર રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ખાસ હાજરી આપશે.