ઓમાન અને યમનમાં રવિવારે ત્રાટકેલાં મેકુનુ વાવાઝોડાંના કારણે ભારે નુકસાન થયું છે. ઓમાનના ત્રીજાં મોટાં શહેરમાં રવિવારે એક દિવસમાં જ બે વર્ષ વરસાદ પડે તેટલો વરસાદ થયો છે. ઓફિશિયલ્સ રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી વાવાઝોડાંમાં 3 ભારતીયો સહિત 11 લોકોનાં મોત થયા છે.

મૃતકોમાં એક 12 વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત યમનના સોકોત્રા આઇલેન્ડ પર 40 લોકો ગૂમ થયા હોવાના સમાચાર છે. ગૂમ થયેલા લોકોમાં યમન, ભારતીય અને સૂડાનના નાગરિકોનો સમાવેશ થાય છે.

સાઉદી ડેઇલી ઓકાઝના રિપોર્ટ અનુસાર, વાવાઝોડાંના કારણે 160 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઓમાન ઉપરાંત વાવાઝોડાંની અસર સાઉદીના અલ ખારખિર વિસ્તારમાં રવિવારે સવાર સુધી જોવા મળી.મેકુનુ વાવાઝોડાંના કારણે ઓમાનના સલાલાહ શહેરમાં એક દિવસમાં બે વર્ષની સરખામણીનો વરસાદ પડ્યો. જેના કારણે શહેરમાં હાલ પૂરની સ્થિતિ છે. અહીં સડકો અને અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે મુખ્ય રસ્તાઓ વાવાઝોડાંના કારણે વૃક્ષો પડવાના લીધે બ્લોક થઇ ગયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.