7 થી 9 જૂન દરમિયાન દરિયો ભારે તોફાની બની શકે છે: વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહી શકે છે: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ લગાવાયું
રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે, આગામી સમયમાં ફરી એકવાર વાવાઝોડુ રાજ્યમાં અનેક વિસ્તારોમાં કેર વર્તાવી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના પુરેપુરી છે. અત્યારે દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં અત્યારે ડિપ્રેશન સક્રિય થયુ છે, આ કારણે રાજ્યમાં ભારે વાવાઝોડાનો ખતરો વર્તાઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં વાવાઝોડાની સાથે સાથે આગામી 9 અને 10 જૂને વરસાદની પડવાની પણ સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં છે. આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે. ભાવનગર અને અમરેલીમાં પણ ગાજવીજ સાથે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ લોકલ ઓનવેકટીવ એક્ટિવિટીની સંભાવના છે.
હવામાન વિભાગે વાવાઝોડાને લઈને મહત્ત્વની જાણકારી આપી છે. જે અનુસાર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે અને તે આજે, 06મી જૂન, 2023 ના ઈંજઝ 0530 કલાકે કેન્દ્રિય છે અને અક્ષાંશ 11.3ઓગ નજીક છે અને રેખાંશ 66.0ઓઊ છે. ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1160 કિમી દક્ષિણે અને 1520 કિમી કરાચીની દક્ષિણે તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને પૂર્વ મધ્ય અરેબિયનમાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
સરકારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના તમામ બંદરો પર 1 નંબરનું સીગ્નલ અપાયું છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂન આસપાસ લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆત દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક હોવાનું અનુમાન છે. ત્યારે 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તો દરિયાકિનારે 50થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે. જો છેલ્લી ઘડીએ વાવાઝોડું ફંટાઈ જાય તો પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે.